મેડિકલ નુ શિક્ષણ પુર્ણ કરીને ગુજરાત ના જનજાતિ વિસ્તાર માં પણ ૨૮૦૦ કિલોમીટર ની સાયકલ યાત્રા કરી જનજાતિ સમાજ માં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર, પ્રસાર કરી પાટણનો નવ યુવાન ડોક્ટર મૌલીક ભીખાભાઇ પટેલ વધારે અભ્યાસ કરવા કેનેડા ગયો હતો. તાજેતરમાં એના પી.આર. કમ્પલીટ થયા બાદ ડો.મૌલિક કેનેડા તથા નોર્થ અમેરિકા ના વિવિધ વિસ્તારોમા અને પછી અમેરિકા ના અન્ય વિસ્તાર માં અત્યારે, “વસુધૈવ કુટુમ્બક” ના સંદેશા સાથે સાયકલ પર વિશ્વ ના પ્રવાસે નીકળેલ છે. ડો.મૌલીક હાલ માં નોર્થ અમેરીકા ના યુકોન પ્રદેશ નાં પર્વતો અને જંગલો ના વીસ્તાર મા ફરી રહ્યો છે, ત્યાનાં સ્થાનિક રહીશો સાથે રહી તેમને ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય વિશેષતાઓ ના દર્શન કરાવી રહ્યો છે. નોંધનીય છે કે ડો. મૌલીક ભીખાભાઇ પટેલ બાલ્યાવસ્થા થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો સ્વયંસેવક છે. પરિવાર તરફથી પણ રાષ્ટ્રીય વિચારધારા બાલ્ય અવસ્થામાં મળેલ હોવાથી મૌલિક ને ભારતીય સંસ્કૃતિ ને વિશ્વ સમક્ષ મુકવા માં ચોકકસ સફળતા મળશે.....