લીંબાસી શ્યામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ યોગદિનની ઉજવણીમાં શાળાના પ્રમુખ, મંત્રી, સંચાલકો તેમજ શાળાના આચાર્ય, શિક્ષકગણ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગામમાંથી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય દ્વારા આપણા જીવનમાં યોગનું શું મહત્વ છે તેના વિશે વિસ્તૃત સમજ આપી હતી.આ કાર્યક્રમનું સંચાલન સંચાલકોએ કર્યું હતું. સાથે તેમણે યોગ નિર્દેશન અને યોગનું મહત્વ સમજાવ્યું હતું. અને યોગ ટીચર દ્વારા ઉપસ્થિત તમામને યોગા કરાવ્યા હતા આમ કાર્યક્રમના અંતમાં ચા - નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.