સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનાં પીપળા ગામે સામુહિક દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. જેમાં ધ્રાંગધ્રા પોલીસે શંકાનાં આધારે ઝડપેલા શખ્સોએ જ દુષ્કર્મ આચર્યાનું રીમાન્ડ દરમ્યાન બહાર આવ્યું હતુ. ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામે ખેતરમાં પરપ્રાંતિય પતિ-પત્નિ ખેતમજુરી કરી રહ્યાં હતા. ત્યારે નશાની હાલતમાં ચોરી કરવાના ઈરાદે આવી ચડેલા ત્રણ શખ્સોએ પતિ ઉપર હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી, અને પત્નિ સાથે સામુહિક દુષ્કર્મ આચરી નાસી ગયા હતા.પોલીસે તપાસ કરીને ત્રણ શકમંદોને ઝડપી લીધા હતા. હળવદ તાલુકાનાં માથક ગામના દિનેશ મધુભાઈ ઝખાણીયા, હળવદ રણછોડગઢના ભરત પ્રેમજીભાઈ વાઝેલીયા અને મુળી તાલુકાના રાયસંગપર ગામનાં વિઠ્ઠલ વિનુભાઈ જખાણીયા નામનાં ત્રણેય દેવીપૂજક શખ્સોને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ પર લેવાયા હતા. શંકાનાં આધારે ઝડપેલા આ ત્રણેય શખ્સોએ રીમાન્ડ દરમ્યાન ગુનો કબુલી લીધો હતો. શકમંદ તરીકે ઝડપાયેલા આ ત્રણેય આરોપીઓ એ જ દુષ્કર્મ આચર્યાનો ઘટસ્ફોટ થતા પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं