પ્રાથમિક શાળાઓમાં 5 થી 6 વર્ષની વયના બાળકો માટે શરૂ કરાયેલી બાલવાટિકામાં બાળકોને શાળા તત્પરતાથી માંડી પક્ષીઓ સુધીની 11 થીમ ઉપર અભ્યાસ કરાવાશે. જે અંગે પ્રવૃત્તિપોથી બાળકોને અપાશે. જોકે, અભ્યાસ અંગે શિક્ષકોને તાલીમ જુલાઇ મહિનામાં આપવામાં આવનાર છે. હાલમાં શિક્ષકોએ પ્રવૃત્તિપોથી આધારે પ્રવૃત્તિ શરૂ કરાવી દીધી છે. શિક્ષકો રમતો સાથે ગીત, કવિતા, વાર્તા સંભળાવી રહ્યા છે. બાલવાટિકામાં પણ પ્રજ્ઞાની જેમ જ પ્રવૃત્તિમય વર્ગ ચાલશે.

મહેસાણા જિલ્લામાં સરકારી 983 પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકામાં 20 હજાર જેટલા બાળકોનો પ્રવેશ થયો છે, હજુ પ્રવેશ ચાલી રહ્યા છે. મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર પ્રા.શાળા નં.3માં શુક્રવારે ત્રણ વાલી બાળકને પ્રવેશ માટે લઇને આવ્યા હતા. અહીં 64 બાળકો છે. વર્ગમાં બાળકને વાર્તા સંભળાવતા શિક્ષિકાએ કહ્યું કે, પ્રવેશોત્સવ પહેલાં અનુમાનિત 36 બાળકોને ધ્યાને લઇ પ્રવૃત્તિ પુસ્તિકા આવેલી છે, બાળકો 64 છે. હજુ પ્રવેશ થઇ રહ્યા છે એટલે બધાને પુસ્તિકા આપી નથી. વધુ પુસ્તિકા માટે સીઆરસીમાં કહ્યું છે એકાદ દિવસમાં આવી જશે એટલે બધાને સાથે વિતરણ કરીશું.

હાલ તો વર્ગમાં બાળકોને બાળરમતો, વાર્તા સંભળાવીએ, ચિત્રો દોરવા, 1 થી 10 બોલતાં શીખવીએ છીએ. પછી પ્રવૃત્તિ પુસ્તિકા પ્રમાણે પ્રવૃત્તિઓ બાળકને કરાવીશું. હૈદરીચોક મોડલ સરકારી શાળામાં આચાર્ય શિક્ષકે કહ્યું કે, બાલવાટિકામાં 38 પ્રવેશ થયા છે, પુસ્તિકાઓ આવી છે, હવે આપીશું.

નાગલપુર શાળાના આચાર્ય શિક્ષકે કહ્યું કે, પુસ્તિકાઓ તમામ 28 બાળકોને આપી દીધી છે અને શાળામાં જ આ પુસ્તિકામાં બાળકોને શરૂઆતમાં આડી, ઉભી લાઇન, ટપકાં, રંગ પૂરવા, ચિત્રો ઓળખવા વગેરે સૂચિત ક્રમશ: પ્રવૃત્તિઓ કરાવાની છે. અઠવાડિયામાં એક વખત વાલીને બતાવવા આપી પરત મગાવી લેવાની છે.

બાલવાટિકામાં બાળકોને શાળા તત્પરતા, માનવ શરીર, ઋતુ, પક્ષીઓ સહિત 11 થીમ વિશે ભણવાશેજૂન : શાળા તત્પરતા

જુલાઇ : મારું ઘર, મારું કુટુંબ, ખોરાકઓગસ્ટ : મારું શરીરસપ્ટેમ્બર : ઋતુ, પાણી અને માટીઓક્ટોબર : મશીન અને શાકભાજીનવેમ્બર : શાકભાજી અને ફળોડિસેમ્બર : પ્રાણીઓજાન્યુઆરી : આરોગ્ય અને રમતોફેબ્રુઆરી : આપણા વ્યવસાયકારોમાર્ચ : વાહનોએપ્રિલ : પ્રક્ષીઓ

બાળકોને સ્વાસ્થ્ય, પર્યાવરણથી જોડવાનો ઉદ્દેશ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સી. લેક્ચરર સીતાબેન દેસાઇએ કહ્યું કે, બાળકો માટે બે ભાગમાં જૂનથી ડિસેમ્બર અને જાન્યુઆરીથી એપ્રિલની પ્રવૃત્તિપોથી છે. જેમાં બાળકો ઘરમાં દેખાતી ચીજવસ્તુઓે ઓળખે, રંગ પૂરે અને શાળા માટે તૈયાર થાય તેવી પ્રવૃતિઓ છે. ખાસ કરીને બાળકોનું શારીરિક, માનસિક સ્વાસ્થ્ય જળવાય, અસરકારક પ્રત્યયન કરતાં થાય અને પર્યાવરણ સાથે જોડાય આ ત્રણ ઉદ્દેશ છે. આ અંગે 75 સીઆરસીને માસ્ટર ટ્રેનર તરીકે તૈયાર કરાયા છે. જે જુલાઇમાં સંભવિત પ્રથમ અઠવાડિયામાં શિક્ષકોને બાળકોને કેવી અને કેવી રીતે પ્રવૃત્તિઓ કરાવવી તેની ત્રણ દિવસ તાલીમ આપશે.

જૂનના અંતમાં આંતરિક બદલી કેમ્પ

પછી શિક્ષકોની જરૂરિયાત સ્પષ્ટ થશેજેમ પ્રજ્ઞામાં ધો.1 અને 2 માટે અલગ વર્ગની જરૂર નથી, તેમ બાલવાટિકા વર્ગ છે. ધો.1 અને 2માં ગણિત અને ભાષાના શિક્ષક હોય છે. બાલવાટિકાનો મહેકમમાં સમાવેશ કરાયો હોઇ સરકારમાંથી ભરતી આવશે. જૂન અંતમાં આંતરિક ફેરબદલી કેમ્પ છે. ત્યાર પછી 31 જુલાઇ સુધીમાં શિક્ષકોની જરૂરિયાત સ્પષ્ટ થશે. છતાં જ્યાં જરૂર હશે ત્યાં પ્રવાસી શિક્ષકો મુકાશે. - ર્ડા.ગૌરાંગ વ્યાસ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી