બનાસકાંઠા SOG પોલીસે થરાદના ખોડા રોડ ઉપર વાહન ચેકીંગમાં દરમિયાન પોલીસે એક એક્ટિવાને રોકાવી હતી. જેની તપાસ કરતા 2.655 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે એક ઇસમની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન એક શંકાસ્પદ નંબર વગરનું એક્ટિવા થરાદ શહેર બાજુથી આવતા તેને રોકાવી તેની પાસે રહેલ થેલા બાબતે એક્ટીવા ચાલકને પુછતા તેણે ગલ્લા તલ્લા કર્યા હતા. જેથી તપાસ કરતા ગાજો હોવાનું સામે આવ્યું હતું.
જેથી એક્ટિવા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસ સ્ટાફ સાથે થરાદ ખાતે બે સરકારી પંચોના માણસોને બોલાવી સાથે રાખી ઉપરોક્ત હકીકતવાળી જગ્યાએ આવી ગાજા સાથે મળી આવેલ નંબર પ્લેટ વગરના એક્ટિવાના ચાલક અલ્કેશ કરશનભાઈ પ્રજાપતિને ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાજો જેનું વજન 2.655 કિલો ગ્રામ જેની કિ.રૂ .26,550 કુલ મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.