વિદ્યાર્થીઓ લોકશાહીના પાઠ ભણ્યા: ડીસાની આદર્શ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયા વિશે માહિતગાર થયા; વિદ્યાર્થીઓને જાગૃત કરી લોકશાહીને મજબૂત બનાવવાનો પ્રયાસ
લોકશાહીમાં ચૂંટણીનું ખુબજ મહત્વ રહેલું છે અને દરેક વ્યક્તિને પોતાનો વ્યક્તિગત હક એટલે કે મતદાન કરવાનો પૂરો અધિકાર છે અને જે લોકશાહીને મજબૂતી આપે છે. ત્યારે નાના બાળકોમાં પણ મતદાનને લઈને જાગૃકતા આવે અને સમાજ મતદાનનું મહત્વને લઈને પ્રેરણા મળે એ હેતુથી આજે ડીસા આદર્શ વિદ્યાલય ખાતે ક્લાસ રૂમમાં મોનિટરની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી.
મોનીટરની લોકશાહી પ્રક્રિયાથી ચૂંટણી યોજી મતદાન કરાવીને જાગૃતિની પહેલ કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી દરમિયાન જે રીતે બેલેટ પેપર આંગળી ઉપર સહીનો નિશાન તેમજ મત પેટી બનાવીને તેમાં વિદ્યાર્થીઓએ પોતાના પસંદગીના વિદ્યાર્થીને મોનિટર બનાવવા માટે મતદાન કર્યું હતું. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નીમવામાં આવતા પુલિંગ એજન્ટ સહિત ચૂંટણી અધિકારીની પણ નિમણૂક કરાઈ હતી. જેને લઇ બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.