અપહરણના ગુનાનો આરોપી ઝડપાયો: બનાસકાંઠાની દિયોદર પોલીસે 17 વર્ષથી નાસતા ફરતા આરોપીને કલોલથી ઝડપી પાડ્યો....
દિયોદર પોલીસે એક 17 વર્ષ થી નાસ્તા ફરતા આરોપી ને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમી હકીકત આધારે ગાંધીનગર તાલુકાના કલોલ વિસ્તારમાં રહેતા ભરતભાઈ બારોટ ઝડપી પાડી દિયોદર પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના માર્ગદર્શન હેઠળ જે.એન.દેસાઇ પોલિસ સબ.ઇન્સ દિયોદર પોલીસ સ્ટેશન નાઓ ફરારી તેમજ નાસતા ફરતા આરોપીઓની તપાસમા હતા તે દરમ્યાન સાથેના આઉટ પોસ્ટ કોન્સટેબલ અરવિંદસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દિયોદર પોલિસ સ્ટેશન ઇ.પી.કો. કલમ-363,366,114 મુજબના ગુનાના છેલ્લા સત્તર વર્ષથી નાસતા ફરતા આરોપી ભરતભાઈ મગનભાઈ બારોટ રહે.લીમ્બુણી સુઈગામ વાળો હાલમા અંબિકાનગર કલોલ ગાંધીનગર ખાતે રહે છે જે બાતમી હકીકત આધારે આરોપીને ઝડપી પાડી દિયોદર પોલિસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.