ધાનેરાના એડાલમાં વાવાઝોડાથી વીજકાપને લઈ લોકોને 5 દિવસ પાણી વિના રહેવું પડ્યું....

રાજસ્થાનના પૂરના પાણી એડાલ ગામમાંથી ધાનેરા તાલુકાના સાત ગામોમાં કહેર વરસાવ્યો હતો. રાજસ્થાન સરહદને અડીને આવેલા એડાલ ગામમાં ખેતરો વચ્ચોવચ પાળા પડી ગયા છે. અનેક ખેડૂતોને નુકસાન થયું છે. લોકોએ ભારે પવન, વરસાદ અને પૂરની આફત પહેલીવાર જોઈ, પાંચ દિવસ અત્યંત ભયાનક મુશ્કેલીમાં પસાર થયા. 

અગ્રણીઓએ જણાવ્યુકે "ગામમાં ગુરુવારે 6ઠઠ્ઠા દિવસે લાઈટ આવી છે.આથી પીવાનું પાણી પણ મળશે આરોગ્ય પણ સચવાશે. હવે સરકારના કોઈ માણસ અમારા ગામમાં નહીં આવે તો ચાલશે અમારે માત્ર લાઈટની જરૂર હતી." 450 પરિવારોની વસ્તી ધરાવતા ગામમાં ગણ્યા ગાંઠિયા માત્ર 10 થી 12 પરિવારો ગામની અંદર રહે છે જ્યારે બાકીના તમામ પરિવારો ખેતરોમાં વસવાટ કરે છે. 17 મીની રાત્રે આવેલા ભારે વરસાદ અને પૂરથી ગામની દશા બેસી. ગામના રહીશએ જણાવ્યું કે "અમે અમારા જીવનમાં ક્યારેય ન જોયું હોય તેવું પાણી અહીંથી પસાર થયું.આખું ગામ ખેતરોમાં વસવાટ કરે છે. કોઈને પાંચ વીઘા જમીન છે કોઈને દસ છે કોઈને 25 વીઘા છે. નાનું મોટું નુકસાન બધાને થયું છે. ખેતરો વચ્ચોવચથી ઉભા ઉભા ચિરાયા છે, અંદર કોતરો પડી ગઈ છે. ક્યાંક ખા