કામરેજના શામપૂરા ટીબા રોડ પર માતેલા સાંઢની માફક બેફામ બની દોડતા ડમ્પર ચાલકે બાઈક પર સવાર ત્રણને અડફેટે લેતાં ત્રણેયના ઘટના સ્થળે જ કમ કમાટીભર્યા મોત નીપજ્યા હતા.હજુ તો એક દિવસ પહેલાં કામરેજના કોસમાડા નજીક બે ફોર વ્હીલ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં વરાછાના બે કોલેજના અભ્યાસ કરતા વિદ્યાથીઓના ધટના સ્થળે જ મોત નીપજ્યા ની ધટનાની શાહી સુકાઇ નથી ત્યારે ગત રોજ કામરેજના ટીબા શામપુરા રોડ પર હાઇવા ચાલકે ત્રણ યુવાનોને કચડી મારતા કામરેજ પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી.માંડવીના તડકેશ્વરથી કામરેજના દિગસ ગામે માટી ભરી જઈ રહેલા હાઇવા નંબર GJ19Y-5553ના ચાલકે શામપુરા રોડ પર બાઈક સવાર ત્રણને અડફેટે લઈ તમામને યમ સદને પહોચાડી દીધા હતા.અકસ્માત એટલો ગમખ્વાર અને ગંભીર હતો કે બાઈક સવાર ત્રણેયને હાઇવા ચાલક અડફેટે લેતા ત્રણેય રોડ પર પટકાતા ત્રણેય પરથી માટી ભરેલા હાઇવાના તોતિંગ ટાયર માથાના પગમાં તેમજ શરીર પરથી ફરી વળતા માંસના લોચા બહાર આવી ગયા હતા.બાઈક સવાર રોડ પર પટકાયા બાદ હાઇવા નીચે ફસાઇ જતા હાઇવા બાઈકને લગભગ સો મીટર સુધી આગળ ઘસડી ગયું હતું.હાઇવા અને રોડ વચ્ચે ફસાયેલી બાઈક ઘસડાવાથી શોર્ટ સર્કિટના ઝરેલા આગના તણખાથી હાઇવા સળગી ઉઠયું હતું.અકસ્માતની ઘટનાને પગલે ઘટના સ્થળે આવી પહોંચેલી કામરેજ ઇઆરસી ફાઇટર ટીમે પાણીનો મારો ચલાવી હાઇવામા ભભુકી ઉઠેલી આગ પર કાબુ મેળવ્યો હતો.કામરેજ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાનોલી સો કોલોની ખાતે રહેતા વિજય દિનેશ વસાવા,અનિલ રણજીત વસાવા તેમજ વિપુલ બાબુ વસાવા ત્રણેય વિજય વસાવાની મોટર સાઇકલ GJ16BJ- 8942 લઈને પાનોલી ખાતેથી કામરેજ વિસ્તારમાં આવેલા મંદિરે દર્શન કરવાનું ગત રોજ સવારે ઘરેથી કહીને નીકળ્યા હતા.બપોરના અગિયાર વાગ્યા આસપાસ તેઓ ટીબા ગામથી શામપુરા તરફ ત્રણેય પોતાની મોટર સાઈકલ જઈ રહ્યા હતા.ત્યારે ટીબા ગામ તરફથી આવી રહેલી હાઇવા ગાડી નંબર GJ19Y-5553 ના ચાલકે પુર ઝડપે ગફલત ભરી હંકારી મોટર સાઇકલને અડફેટે લેતાં(1)વિજય દિનેશ વસાવા ઉ.વ 33 ( 2) અનિલ રણજીત વસાવા ઉ.વ 25 (3) વિપુલ બાબુભાઈ વસાવા ઉ.વ 16 રહે.તમામ સો કોલોની પાનોલી તા.અંકલેશ્વર જી.ભરૂચ ત્રણેયને ગંભીર ઇજા થતાં તેઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક ત્રણેય યુવાનોની લાશને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પી.એમ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી.સમગ્ર ઘટના અંગે મૃતક વિજય દિનેશ વસાવાના ભાઈ સુનીલ દિનેશ વસાવાએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.(1) મૃતક વિજય દિનેશ વસાવાના પરિવારમાં પત્ની સુમનબેન તેમજ 5 વર્ષીય પુત્રી પ્રિયા છે.વિજય મજૂરી કામ કરતો હતો.(2) મૃતક અનિલ રણજીત વસાવા મજૂરી કામ કરતો હતો.પરિવારમાં માતા ગીતાબેન હયાત નથી.બીજો 19 વર્ષીય નાનો ભાઈ મજૂરી કામ કરે છે.બે વર્ષ અગાઉ જ મૃતક અનિલનના લગ્ન થયા હતા.પરંતુ છૂટાછેડા થઈ ગયા હતા.અનિલનું મૃત્યુ થતાં પરિવારમાં નાનો ભાઈ અને પિતા રણજીતભાઈ જ રહ્યા છે (3) મૃતક વિપુલ બાબુભાઈ વસાવા માત્ર 16 વર્ષીય હતો.મજૂરી કામ કરતો હતો.પરિવારમાં પિતા બાબુભાઈ હયાત નથી.માતા સૂરજબેન મજૂરી કામ કરે છે.તેમજ વિશાલ,વિકાસ અને અજય ત્રણ ભાઈઓ છે.)
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लॉन्च से पहले Samsung Galaxy A55 और Galaxy A35 की कीमत आई सामने, जानिए कितने में मिलेंगे नए स्मार्टफोन
सैमसंग ने हाल ही में अपनी A सीरीज के दो नए फोन के लॉन्च की जानकारी दी थी। इसके कुछ दिनों बाद ही...
आम आदमी पार्टीच्या रूमनं मोर्चास मोठ्या संख्येने उपस्थित रहा-जिल्हाध्यक्ष @news23marathi
आम आदमी पार्टीच्या रूमनं मोर्चास मोठ्या संख्येने उपस्थित रहा-जिल्हाध्यक्ष @news23marathi
শিৱসাগৰত অসমীয়া যুৱ মঞ্চ কেন্দ্ৰীয় সমিতিৰ সংবাদমেল
শিৱসাগৰত অসমীয়া যুৱ মঞ্চ কেন্দ্ৰীয় সমিতিৰ সংবাদমেল
আজি শিৱসাগৰ প্ৰেছ ক্লাৱত অসমীয়া যুৱ মঞ্চৰ...
स्टेट बैंक के सामने कांग्रेसियों ने किया हल्ला बोल प्रदर्शन
कांग्रेसी कार्यकर्ताओं ने अमानगज भारतीय स्टेट बैंक के सामने किया धरना प्रदर्शन
सरकार की नीतियों...
कवराई देवी के परिजनों ने किए कवराई के अंगदान
कवराई देवी के परिजनों ने किए कवराई के अंगदान
मनोहरसिंह
जोधपुर: जैतारण की कवराई देवी...