સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુકત નગરપાલીકા અને ભારતીય સાંસ્કૃતિક સંબંઘ પરિષદનાં સંયુક્ત ઉપક્રમે આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આવા કાર્યક્રમો ખૂબ જરૂરી છે. ત્યારે આજે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ રાસ મંડળી દ્વારા રાસ રજૂ કરવામાં આવ્યાં હતા. ખાસ કરીને ઝાલાવાડ તરીકે પ્રખ્યાત સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ રાસ મંડળી રાજ્ય તેમજ બહાર વિદેશમાં પણ જાય છે. ત્યારે આ કલાકારો થકી આજની યુવા પેઢીને આપણી સંસ્કૃતિ વિશે સાચી માહિતી મળે તે જરૂરી છે.આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ અધિકારી અને જિલ્લાના ભાજપના આગેવાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ગૃપો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભરવાડ માલધારી રાસ મંડળ, સુરેન્દ્રનગર, શક્તિપરા માલધારી રાસ મંડળ સુરેન્દ્રનગર અને વાસુકી સાંસ્કૃતિક ગ્રુપ, થાનગઢ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं