સુરેન્દ્રનગર મૂળચંદ પાસેની નર્મદા કેનાલ ઉપરથી સળગેલી હાલતમાં મંડપ સર્વિસનો વ્યવસાય કરતો યુવાન મળી આવ્યો હતો. આ યુવાનને કોણે સળગાવ્યો તે અંગે રહસ્ય ઘેરાયું હતું. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી દીધો છે. જેમાં અનૈતિક સબંધ બાંધવાના દબાણથી વ્યંઢળે યુવાનને બોલાવી પેટ્રોલ છાંટીને સળગાવી દીધો હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસે આ વ્યંઢળની દ્વારકાથી ધરપકડ કરી સુરેન્દ્રનગર લાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર બંસીધર સોસાયટીમાં રહેતો અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા રાત્રીના 9 વાગે મંડપ નાખવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.બાદમાં રાત્રે 1.30 વાગ્યાના અરસામાં તે સળગેલી હાલતમાં નર્મદા કેનાલ ઉપરથી મળી આવ્યો હતો. યુવાને તે સમયે પોલીસને એવું જણાવ્યું હતું કે તેને કોઇ અજાણ્યા શખસોએ સળગાવ્યો છે. પરંતુ બાદમાં આ યુવાન નિવેદન બદલતો રહેતો હોય પોલીસને સમગ્ર ઘટનામાં કાઇ બીજુ જ કારણ હોવાની આશંકા ગઇ હતી.આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ધીરૂભાઇ પરાલીયાને યોગેશ ઉર્ફે સાનિયા નરસિંહભાઈ મોણપરા (રહે. 80 ફૂટ રોડ એસપી સ્કૂલ પાસે) નામના વ્યંઢળ સાથે અનૈતિક સબંધ હતો. બંને ઘણા સમયથી આવા સબંધથી જોડાયેલા હતા.પરંતુ થોડા સમયથી સનાયા આ સબંધ રાખવાની ના પાડતી હતી. સામે ધીરૂભાઇ સબંધ બાંધવા દબાણ કરતો હતો.આથી બંને વચ્ચે ખટરાગ ચાલતો હતો.બાદમાં ધીરૂભાઇના ત્રાસથી કામ છૂટવા માટે યોગેશ ઉર્ફે સનાયાએ્ યુવાનને જીવતો સળગાવવાનો પ્રયાસ કરી અને સળગાવ્યો હોવાની કબુલાત કરી છે હાલમાં યુવાન અમદાવાદ ખાતે સારવારમાં છે ત્યારે દ્વારકાથી વ્યંધળ ધરપકડ કરી અને સુરેન્દ્રનગર લાવવા માટેની તજવી જાતજ કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ધૈરેપુરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો  
 
                      પેટલાદ તાલુકાના ધૈર્યપુરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ગુરુવારના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ...
                  
   ಬೆಂಗಳೂರಿನ ರಾಜರಾಜೇಶ್ವರಿ ದಂತ ವೈದ್ಯಕೀಯ ಮಹಾವಿದ್ಯಾಲಯದ "28ನೇ ಘಟಿಕೋತ್ಸವ ಸಮಾರಂಭ" ಡಿಸೆಂಬರ್ 16ರಂದು ನಡೆಯಲಿದೆ. 
 
                      ಬೆಂಗಳೂರಿನ ರಾಜರಾಜೇಶ್ವರಿ ದಂತ ವೈದ್ಯಕೀಯ ಮಹಾವಿದ್ಯಾಲಯದ "28ನೇ ಘಟಿಕೋತ್ಸವ ಸಮಾರಂಭ" ಡಿಸೆಂಬರ್ 16ರಂದು...
                  
   सांस्कृतिक कार्यक्रमों के साथ 48 दिवसीय भक्तामर अनुष्ठान में उमड़े श्रद्धालु 
 
                      श्री शांतिनाथ दिगम्बर जैन अग्रवाल मंदिर में सकल दिगम्बर जैन समाज के तत्वावधान में आयोजित 48...
                  
   #Girsomnath | સોમનાથ વિધાનસભાની ટીકીટ માનસિંગ પરમારને મળી  | Divyang News 
 
                      #Girsomnath | સોમનાથ વિધાનસભાની ટીકીટ માનસિંગ પરમારને મળી | Divyang News
                  
   विधानसभा उपचुनाव में INDIA-NDA का टेस्ट, सात विधानसभा सीटों पर गिनती जारी | Desh Pradesh 
 
                      विधानसभा उपचुनाव में INDIA-NDA का टेस्ट, सात विधानसभा सीटों पर गिनती जारी | Desh Pradesh
                  
   
  
  
  
   
  