જીલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતની સુચના મુજબ તેમજ લીંબડી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા તથા સર્કલ પો.ઇન્સ. એમ.એચ.પુવાર તથા ચુડા પો.સબ.જે.બી.મીઠાપરાના માર્ગદર્શન મુજબ જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢી જુગાર બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને એ.એસ.આઇ. ડી.પી.બારૈયા ચુડા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. બળદેવસંગ ડોડીયાની ખાનગી રાહે ચોકકસ હકીકત મળેલ કે ભગુપુર ગામે પગી ફળીયામાં આવેલ મેલડીમાના મંદિર પાસે આવેલ લીંબડાના ઝાડ નીચે જાહેરમાં ગંજીપાના વડે તીનપતિનો પૈસાની હારજીતનો જુગાર રમી રમે છે જેથી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા ચતુરભાઇ સોંડાભાઇ સાકળીયા જાતે દલવાડી (ઉ.વ.60) ધંધો ખેતી, ભીખાભાઇ સુખાભાઇ ડાભી જાતે દલવાડી (ઉ.વ.68), ધંધો ખેતી, પ્રવિણભાઇ બાબુભાઇ મંદુરીયા જાતે દેવીપૂજક (ઉ.વ.35) ધંધો મજુરી અને દિલીપભાઇ ઉર્ફે ચકાભાઇ મનુભાઇ ડાભી જાતે દલવાડી (ઉ.વ.30) ધંધો ખેતી રહે. બધા ભગુપુર તા. ચુડા રૂા. 10,ર00ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.