મહેસાણા : કડી તાલુકામાં મહેસાણા LCB ટીમના માણસો પેટ્રોલીગ પર હતા એ દરમિયાન બામતી આધારે નંદાસણ પુલ નીચેથી ચોરીના બાઈક સાથે સૈયદ સાહિલ ને દબોચી લીધો હતો.તપાસ દરમિયાન આ બાઈક બે વર્ષ અગાઉ તસ્કરે ચોરી કર્યા હોવાની વિગતો સામે આવી છે.
મહેસાણા LCBના માણસો કડી તાલુકામાં પેટ્રોલીગ પર હતા.એ દરમિયાન ASI ચીરાગ કુમાર તેમજ આ.પો.કો સુહાગ સિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે નંદાસણ પુલ નીચે શંકાસ્પદ ઈસમ બાઈક લઇ ઉભો છે. LCB ટીમે સ્થળ પર જઈ ને સૈયદ સોહિલ ને ઝડપી લીધો હતો.
સમગ્ર કેસ દરમિયાન પોલીસે ઊંડી તપાસ કરતા તસ્કરે કબુલાત કરી હતી કે બે વર્ષ અગાઉ કડી મામલતદાર કચેરીના પાર્કિગમાં પાર્ક કરેલ બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપીને ઝડપી બાઇક કબ્જે લઇ વધુ તપાસ માટે નંદાસણ પોલીસને સોંપવામાં આવ્યો હતો.