રાજ્ય સરકારના પ્રયત્નોથી વિદ્યાર્થીઓમાં ચિત્ર,સાહિત્ય અને વાદ્ય કૌશલ્યનો વિકાસ થાય તે માટે તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે ભાવનગર જીલ્લાના મહુવા ખાતે બી.આર.સી.ભવનમા યોજાયેલ તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં શ્રી બોરડી પ્રાથમિક શાળાના તેજસ્વી સીતારાઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રતિભાનો પરિચય કરાવેલ જેમા બ્લોક લેવલ મહુવા તાલુકા નિબંધ સ્પર્ધામાં હડિયા ડેનિશાબેન હરેશભાઈએ પ્રથમ ક્રમ અને ત્રિરંગા વિકાસ યાત્રામા બલદાણીયા સોનલબેન જયંતીભાઈએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળા પરિવારનું અને ગામનુ નામ રોશન કરેલ છે તે બદલ શ્રી બોરડી પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ જયાબેન પરમાર અને બિન્દુબેન મછાર સહિતના સમસ્ત સ્ટાફ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવેલ જે યાદીમા જણાવેલ છે.

રિપોર્ટર:- કિનલ પંડ્યા રાજુલા