છાપી પંથકમાં વાવાઝોડાના અસરગ્રસ્તોને સરકાર તરફથી કેશડોલની ચુકવણી કરાઈ....

વડગામ તાલુકાના છાપી ખાતે બીપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તોને તાલુકા પંચાયતની કેશડોલ ટિમ દ્વારા સોમવારે જ્યોતિનગર ખાતે કેશડોલની રકમની ચુકવણી કરવામાં આવી હતી. બીપરજોય વાવાઝોડામાં છાપીના જ્યોતિનગર ખાતે ઝુંપડાઓમાં વસવાટ કરતા ૨૫

પરિવારોને પ્રાથમિક શાળામાં બનાવવામાં આવેલ શેલ્ટરહોમમાં આશ્રય આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તમામ અસરગ્રસ્તોને કેશડોલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તે અંતર્ગત છાપી જ્યોતિનગર ખાતે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ટીમ દ્વારા

૨૫ પરિવારના ૧૨૬ લાભાર્થીઓને રૂબરૂ જઈ ચુકવણું કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા પુખ્ત વ્યક્તિદ્‌ને રૂા. ૧૦૦ લેખે જ્યારે સગીરને રૂા. ૬૦ લેખે સહાય આપવામાં આવી હતી. કેશડોલની સહાય દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર સાથે જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિનભાઈ સક્સેના, સરપંચ તેમજ તલાટીની ઉપસ્થિતિમાં રોકડ સહાય આપવામાં આવી હતી.