બિપરજાેય વાવઝોડા બાદ ધાનેરા તાલુકાની હાલત દયનીય બની !
ધાનેરા તાલુકામાં અણધાર્યા પાણીએ વિનાશ કર્યો છે.જેમાં તાલુકાના ભાટીબ,જડિયા,હડતા,શેરગઠ,ધરર્ણોધર સહિતના ગામોમા પાણીના વહેણએ ખેડૂતો તેમજ પશુપાલકોને આર્થિક રીતે બરબાદ કરી નાખ્યાં છે.જે પાણીએ રહેણાક વિસ્તારની સાથે પશુઓના તબેલા તેમજ ખેતપાકને ભારે નુકશાન કર્યું છે.આમ ભાટીબ ગામમાંથી પસાર થઈ રહેલા પાણીનાં વહેણમા ધાર્યા કરતાં ૫૦ ઘણું વધુ પાણી આવી જતા વહેણથી દુરના રહેણાક વિસ્તાર પાણીમા તણાઇ ગયા છે.જેમાં પાણીના વહેણની લંબાઈ વધુ હોવાના કારણે ચારેબાજુ બરબાદીના દ્?શ્ર્યો જોવા મળી રહ્યા છે.રસ્તો ગાયબ થઈ ગયો છે.વીજપોલ જમીનમા દબાઈ ગયા છે.તબેલા પાણીમા તણાઇ ગયા છે.ખેતર કે ઘર તરફ કે પછી ગામ તરફ જતા માર્ગો દેખાતા નથી.ચારેબાજુ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે.જેમાં ધાનેરા બજાર સમિતિના ચેરમેન ભૂરાભાઈ પટેલ મૂળ ભાટીબ ગામના વતની છે.આમ શનિવારના રાત્રી દરમિયાન આવેલા પાણી ભાટીબ ગામને જોડતા પાકા ડામર રસ્તાને વહેણમા બદલી નાખ્યો છે.આ સાથે ભાટીબથી જાડી જતો માર્ગ પણ ધોવાઈ ગયો છે.