પાલનપુરમાં ૧૨ કલાકમાં ૫ ઇંચ વરસાદથી ‘હાઇવે’ બેટમાં ફેરવાયા....
બીપોરજોય વાવાઝોડાને લઈને સરહદી બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા મથક પાલનપુરમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો હતો. જોકે, ભારે પવન સાથે આજે ૧૨ કલાકમાં ૫ ઇંચ વરસાદ થતાં શહેરનો હાઇવે વિસ્તાર બેટમાં ફેરવાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પાલનપુરમાં આજે સવારથી જ ભારે પવનના સુસવાટાઓ વચ્ચે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં છેલ્લા ૧૨ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં નીચાણવાળા વિસ્તારો સહિત હાઇવે પર વરસાદી પાણી ફરી વળવા ની સાથે વૃક્ષો અને વીજ પોલ ધરાશાઈ થયા હતા. શહેરના આબુ હાઇવે, સાંઈ બાબા મંદિર પાસે, ગઠામણ પાટિયા, આદર્શ સ્કુલ, ધનિયાણા ચોકડી, આંબાવાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. એમાંય વળી આબુ જતા નેશનલ હાઇવે બિહારી બાગ સામે ઘૂંટણ સમાં પાણી ભરાઈ જતા ફરી એકવાર વાહન ચાલકો અટવાતા ટ્રાફિક જામ થયો હતો. દરમિયાન, મલાણા પાટિયાથી એરોમાં સર્કલ સુધી પાંચેક કિલોમીટ સુધી ટ્રાફિક જામ થતા આખરે એરોમાં સર્કલથી આબુ હાઇવેનો માર્ગ બંધ કરી વન વે કરવાની ફરજ પડી હતી. જોકે, દર વર્ષે હાઇવે બેટમાં ફેરવાતો હોવા છતાં તંત્ર એક-બીજા