સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાની બોર્ડર પર આવેલા મૂળી તાલુકાના રામપર ગામની સીમમાં વાડીએ ખેતમજૂરની ધારીયાના ઘા ઝીકી ક્રૂર હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ખેતમજૂરને કામ કરવાનું એક શખ્સે કહેતા આ ખેતમજુરે તેને ગાળો આપતા ઉશ્કેરાયેલા શખ્સે ખૂની ખેલ ખેલ્યો હોવાનુ બહાર આવ્યું છે. આ બનાવ મામલે સુંદરીભાવની ગામના વાડી માલિકે મુળી પોલીસ મથકે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળી તાલુકાના રામપર ગામની સીમમાં હળવદના સુંદરી ભવાની ગામના જીલુભાઈ મશરૂભાઈ સોલંકીની વાડીએ મજૂરી કામ કરતા છોટા ઉદેપુરના ખેતમજૂર વિઠ્ઠલ કાનજીભાઈ તડવી અને મધ્યપ્રદેશના બદરીનાથ ઉર્ફે ઉસ્તાદ ફુલસિંગ સોલંકી ઉ.વ. 45 વચ્ચે કામને લઈ બોલાચાલી થઈ હતી. જોકે બદ્રીનાથ ઉર્ફે ઉસ્તાદે વિઠ્ઠલભાઈને ગાળો દેતા બોલાચાલી વધુ ઉગ્ર બની હતી. અને આરોપી વિઠ્ઠલે બદ્રીનાથ ઉર્ફે ઉસ્તાદને ધારિયા વડે માથાના ભાગે તથા મોઢાના ભાગે ઘા ઝીકી ક્રૂર હત્યા કરી દીધી હતી.આ બનાવમાં વાડી માલિક જીલુભાઈ સોલંકીએ મુળી પોલીસ મથકે આરોપી વિઠ્ઠલભાઈ કાનજીભાઈ તડવી ( રહે- છોટાઉદેપુર વાળા ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.વધુમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે, મૃતકને મોઢાના તેમજ માથાના ભાગે ગંભીર ઘા ઝીકાયા હોય જેના કારણે લાશને પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.