શ્રી અશોક કુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગર નાંઓ દ્વારા ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ , કેફી ઔષધો , મન : પ્રભાવી દ્રવ્યો તથા એન.ડી.પી.એસ. ( ગાંજો , અફીણ , હેરોઇન , એમ.ડી. ) વિગેરેના ગેરકાયદેસર વેપાર , હેરાફેરી , વેચાણ અટકાવવા સુચના આપવામાં આવેલ હોય , જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ગે.કા.વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા જરૂરી સૂચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ . જે અનુસંઘાને શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઇન્સપેક્ટ , ઇન્ચાર્જ એસ.ઓ.જી. તથા એસઓજી ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય , ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , ચલાલા વિસ્તારમાં રહેતો નુરમામદ નજરમામદ બ્લોચ રહે.ચલાલા , તળાવ કાંઠે દહીડા વાસ , તા.ધારી , જી.અમરેલી વાળા ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે . જે અન્વયે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મજકુર ઈસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે . પકડાયેલ આરોપી અન્ય ( ૧ ) નુરમામદ નજરમામદ બ્લોચ , ઉ.વ -૫૧ , ધંધો - ડ્રાઈવીંગ રહે ચલાલા , તળાવ કાંઠે દહીડા વાસ , માર્કેટ યાર્ડ ડેપો પાછળ તા.ધારી , જી. અમરેલી, . કબ્જે કરેલ મુદ્દામાલ મજકુર પકડાયેલ ઈસમની પુછપરછ દરમિયાન ગે.કા. માદક પદાર્થ ગાંજો પોતાના ભાઇના કબ્જા ભોગવટાનાં રહેણાંક મકાનની અગાસી ઉપર મુકી આવેલ હોય , જે ગે.કા. માદક પદાર્થ ( ૧ ) ગાંજો ૧ કીલો ૧૯૪ ગ્રામ , કિ.રૂા .૧૧,૯૪૦ / - તથા ( ૨ ) એક ઇલેકટ્રોનિક વજન કાંટો કિ.ગ઼ .૫૦૦ / - મળી કુલ કિ.ગ .૧૨,૪૪૦ / - ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે . પકડાયેલ આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે . આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સૂચો તથા માર્ગદર્શન હેઠળ સર્કલ પોલીસ ઈન્સ , શ્રી કે.સી રાઠવા ધારી સર્કલ , તથા શ્રી પી.બી.લક્ડ પોલીસ સબ ઈન્સપેક્ટ , ઈન્ચાર્જ એસ ઓ જી તથા એસઓજી ટીમ દ્વારા એક ઈસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/ અમરેલી.