સુરેન્દ્રનગર શહેરની ફિરદોષ સોસાયટી પાસે આવેલા ચરમાળીયા દાદા ના મંદિર પાસે આવેલા મકાનોમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક ના પી.આઈ સહિતના સ્ટાફે દરોડા પાડી ત્રણ મહિલાને ત્રણ પુરુષ સહિત 6 ની ધરપકડ 10,300 ના મુદ્દા માલ સાથે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ છે.સુરેન્દ્રનગર શહેરમાં જાણે જુગારની મોસમ ચાલી રહી હોય તેવી જગ્યાએ સુરેન્દ્રનગરના છેવાડાના વિસ્તારોમાં ખાનગી રાયે ઘરોમાં જુગાર રમાઈ રહ્યો હોવાની અનેક ચર્ચાઓ અને વિગતો અનેકવાર સામે આવે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના છેવાડા વિસ્તારમાં આવેલી ફિરદોષ સોસાયટી પાસે આવેલ ચરમાળીયા દાદા ના મંદિર પાસેના વિસ્તારમાં જુગાર રમતો હોવાની બાતમી સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકને મળી હતી ત્યારે તેમના સાપેક્ષ ખાનગી રહે બાદ વિના આધારે તપાસ હાથ ધરી હતી ત્યારે સુરેન્દ્રનગર શહેરની ફિરદો સોસાયટી પાસે આવેલ ચરમાળીયા દાદા ના મંદિર પાસે ના રહેણાંક મકાનોમાં એક મકાનમાં જુગાર રમતો હોવાનું ચોક્કસપણે બહાર આવ્યું હતુંત્યારે એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ત્રણ મહિલાઓ હસીનાબેન પરમાર તેમજ અફસાના બેન અને નસીબ બેન તેમજ કરસનભાઈ સિકંદર ભાઈ અને ગોપાલભાઈ ગંગારામ સહિતના ત્રણ મહિલા અને ત્રણ પુરુષો મળી છ વ્યક્તિઓની જુગાર રમતા ની સાથે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે 10,300 નો મુદ્દા માલ સાથે ઝડપી પાડી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.