ડીસામાં ધોધમાર વરસાદ ખાબક્યો: બિપરજોય વાવાઝોડાની અસરને પગલે દિવસભર વરસાદ વરસ્યો, નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત....

ડીસામાં પણ સતત બે દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. ગઈકાલે ભારે પવન સાથે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ આજે પણ વહેલી સવારથી દિવસભર આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું અને સતત વરસાદ ચાલુ રહ્યો છે. બપોર પછી તો શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને શહેરમાં અનેક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.