મોરબી તાલુકામાં અલગ અલગ બે જગ્યાએ બે માસુમ બાળક ના મોત થયા નું પોલીસ દફતરે નોંધાયુ છ

 પ્રથમ બનાવ ની વિગત જોઇએ તો મોરબીના પાનેલી ગામે અચરજ પમાડે તેવી ઘટના બની હતી. જ્યાં ચાર વર્ષનું પોતાના ઘરે બાળક અર્ધ બેભાન થઈ ગયું હતું. જેથી પરિવારજનો દ્વારા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યું હતું. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા ચકચાર મચી જવા પામ્યો છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બીજા બનાવ ની મળેલી માહિતી મુજબ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ વીરાટનગર નજીક ગાયત્રી ગળદા પ્લાન્ટ નામના કારખાનામાં રમતા રમતા ગરમ માટીના ઢગલામાં પડી જતા બે વર્ષના માસૂમ બાળકનું આઠ દિવસની સારવાર બાદ દાહોદની હોસ્પિટલમાં મૃત્યુ નિપજતા આ મામલે તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત થયેલી વિગત મુજબ

 મોરબીના રંગપર ગામની સીમમાં વીરાટનગર નજીક આવેલ ગાયત્રી ગળદા પ્લાન્ટ નામના કારખાનામાં ગઇ તારીખ ૩૧   ના રોજ ટ્રક ચાલકે ગરમ માટીનો ઢગલો કર્યા બાદ આ ગરમ માટીના ઢગલામાં મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભભોર તાલુકાના સાણદા ગામના અરવિંદભાઈ ગણાવાનો પુત્ર વિશાલ અરવિંદભાઇ ગણાવા ઉ.વ.૨  પડી જતા તેની માતા ભુરીબેન બચાવવા માટે દોડતા માતા અને પુત્ર ગંભીર રીતે દાઝી ગયા હતા.

જેમાં દાઝી ગયેલા માતા અને પુત્રને પ્રથમ મોરબી બાદ જામનગર અને ત્યાથી વધુ સારવાર માટે દાહોદની કે.કે.સર્જીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યાં હતા. જ્યા સારવાર દરમિયાન ગઇ તારીખ ૬- ઓગસ્ટના રોજ બે વર્ષના વિશાલ નું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.