રાજકોટ-ગ્રામ્યમાં 138 થાંભલા જમીન દોસ્ત:એક ઔદ્યોગીક સહિત 100 ફીડર ફોલ્ટ
બિપોરજોય વાવાઝોડુ આજે રાત્રે કચ્છમાં દરીયાકાંઠે ત્રાટકવાની આગાહી વચ્ચે વિજતંત્ર ગમે તેવી સ્થિતિનો સામનો કરવા સજજ બન્યુ છે. વાવાઝોડા પૂર્વે જ વિજ તંત્રને વ્યાપક નુકશાન થઈ જ ગયું છે. 2500 વિજ થાંભલા જમીનદોસ્ત થઈ ગયા છે.
પશ્ચિમ ગુજરાત વિજ કંપનીનાં સતાવાર રીપોર્ટ પ્રમાણે આજે સવાર સુધીમાં 1487 ફીડર ફોલ્ટ થયા હતા. જામનગરમાં સૌથી વધુ 440 ફીડર, ભુજમાં 218, જુનાગઢમાં 138, પોરબંદરમાં 126, તથા અમરેલીમાં 159 ફીડર ફોલ્ટ થયા હતા. તેમાં જયોતિગ્રામના બાવન તથા એગ્રીકલ્ચરના 1423 ફીડરનો સમાવેશ થતો હતો. છ ઔદ્યોગીક ફીડર પણ ફોલ્ટમાં ગયા હતા તેમાં રાજકોટ ગ્રામ્યના એક, મોરબીમાં એક, ભુજમાં 3, અંજારના એક ફીડરનો સમાવેશ થતો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છના કુલ 179 ગામડાઓમાં વિજ પુરવઠો કપાયો હતો. તેમાં સૌથી વધુ 82 ગ્રામ્ય જામનગરનાં હતા. ભુજના 40, પોરબંદરનાં 33, ગામોનો સમાવેશ થાય છે. 2500 જેટલા થાંભલાને નુકશાન થયુ હતું.જામનગરમાં સૌથી વધુ 889, જુનાગઢમાં 572, પોરબંદરમાં 409, અમરેલીમાં 194 થાંભલા ધરાશાયી થયા હતા. રાજકોટ ગ્રામ્યમાં 138 થાંભલા ધરાશાયી થયા હતા. પીજીવીસીએલમાં 140 ફરીયાદો થઈ હતી તેમાંથી 116 નો નિકાલ બાકી હતો.