ગુજરાતની માંથે 'બિપરજોય' વાવાઝોડાનો ખતરો યથાવત છે. 15 અને 16 જૂને સૌરાષ્ટ્ર - કચ્છમાં વાવાઝોડાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે, પરંતુ વાવાઝોડા બાદ પણ બિપરજોયની અસરથી 16-17 જૂને ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 16 જૂને ઉત્તર ગુજરાત પર વરસાદનું જોખમ સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આ પ્રભાવિત વિસ્તારો સહિતમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાત તેમજ દીવમાં 62 થી 87 kmpI ની ગતિએ પવન ફુંકાવવાની સાથે મધ્યથી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે પંચમહાલ, મહિસાગર, દાહોદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં હળવીથી મધ્યમ વીજળી સહિત 30 થી 50 kmpI ની ગતિએ પવન ફુંકાવવાની ભારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 17 મી જૂને બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી તથા ગીર-સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને ગીર-સોમનાથમાં મધ્યમથી ભારે વરસાદ સહિત 62 થી 87 kmpl ની ગતિએ પવન ફુંકાવવાની શક્યતા છે,

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं