અરબ સાગર માં સર્જાયેલા ચક્રાવત બીપરજોયને લઈને સુઇગામ રણમાં જવા 16 જૂન સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, નડાબેટ ટુરિઝમ અને સીમા દર્શન પણ પ્રવાસીઓ માટે રોક લગાવી છે, સુઇગામ ના બોરું અને મસાલી રણમાંથી અગરિયાઓ નું સ્થળાંતર કરાયુ છે..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અરબ સાગર માં સર્જાયેલો ચક્રવાત બિપરજોય હવે અતિપ્રચંડ બની રહ્યું છે, વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેમાં દરિયા કાંઠાના વિસ્તારોમાં જોરદાર અસર વર્તાઈ રહી છે..

પંજાબ માંથી પણ 5 NDRF ની ટીમ એર લિફ્ટ કરાઈ છે, જ્યારે તામિલનાડુ ની 5 NDRF ની ટીમને સ્ટેન્ડબાય રખાઈ છે, સાથે જ આર્મી ની ટીમ પરિસ્થિતિ ને પહોંચી વળવા જામનગર થી દ્વારકા પહોંચી ગઈ છે..

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું ગુજરાત માં ત્રાટકી શકે છે, ત્યારે ગુજરાત ના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે..

કચ્છમાં દરિયા કિનારા ના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, માંડવીના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેને લઈ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા સુઈગામ તેમજ નડાબેટ ટુરિઝમ અને સીમા દર્શન પર પ્રવાસીઓ માટે રોક લાગાવામાં આવી છે, 16 જુન સુધી પ્રવાસીઓ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે..