ચંડીસર જી.આઈ.ડી.સી.માં આવેલ ટેલીફોન એક્ષચેન્જમાંથી ચોરી થયેલ કેબલ વાયર અને એક્ષચેન્જ કાર્ડ 92 જેની 4 લાખ 83 હજાર કરતા વધુ કિંમત ચોરીનો ભેદ ગઢ પોલીસ અને નેત્રમ ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીઓ તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ હસ્તગત કરતી ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરતા ચંડીસર જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ ટેલીફોન એક્ષચેન્જમાંથી કેબલ વાયર તેમજ એક્ષચેન્જ કાર્ડ 92 જેટલાં જેની 4 લાખ 83 હજાર કરતા વધુ કિંમત ના મુદ્દામાલની ચોરી થયેલ જે અંગે ગઢ પોલીસ સ્ટેશન ગુનો નોંધાતા જે ગુનાની તપાસ દરમ્યાન એસ.બી.રાજગોર પોલીસ સબ ઈન્સ્પેકટર તેમજ ગઢ પોલીસ સ્ટાફના દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચોર ઈસમ તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલની તપાસમાં હતા.

આ દરમ્યાન એ.એસ.આઈ. અલ્પેશભાઈ તેમજ પો.કોન્સ વિજયકુમારનાઓએ નેત્રમની મદદથી સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી વાહનનો નંબર મેળવી ચોરી કરનાર આરોપીઓ ( 1 ) મહેન્દ્રકુમાર ગણેશભાઈ શાહ રહે.મોટી બજાર ટાવર જૈનદેરાસરની પાસે પાલનપુર મુળ રહે.ગામ ઉડ શિરોહી રાજસ્થાન ( 2 ) પ્રવિણભાઈ કાંતીલાલ સોની રહે લક્ષ્મણ ટેકરી પાસે બ્રિજેશ્વર કોલોની શક્તિ નગર , પાલનપુર મુળ રહે પાંચડા વડગામ ( 3 ) આલમખાન રીયાજખાન પઠાણ મુળ રહે.માલણ દરવાજા હસનપાર્ક સોસાયટી પાલનપુર હાલ રહે.ચંડીસર જી.આઈ.ડી.સી. વાળાઓ હોવાનું ફલીત થયેલ જે પૈકી આરોપીઓ મહેન્દ્રકુમાર ગણેશભાઈ શાહ તેમજ આલમખાન રીયાજખાન પઠાણવાળાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેઓએ ચોરી કરેલ ટેલીફોનના કેબલ વાયરના ટુકડા કરી તેમાંથી પ્લાસ્ટીક લોખંડ અને તાંબાના વાયર અલગ કરેલ જે પૈકી લોખંડ અને તાંબાના વાયર ગાળી તેમાંથી પાટો બનાવી દીધેલ જે તમામ પ્લાસ્ટીક તથા લોખડની પાટો તથા તાંબાની પાટો તથા ચોરી થયેલ એક્ષચેન્જ કાર્ડ 92 તપાસ દરમ્યાન કબજે કરી વધુ તપાસ પોલીસ હાથ ધરી છે.