અમદાવાદથી દ્વારકા જવા માટે હાલ શનિ રવિવાર શિવાય ટ્રેન છે અને શનિ રવિમાં એકપણ ટ્રેન દોડતી નથી. હાલ શ્રાવણ મહિનો શરૂ છે અને જન્માષ્ટમી તહેવારમાં સાતમ આઠમામાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ મંદિર દ્વારકા જવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને રજાઓ આવતી હોવાને લીધે ટ્રેનમાં ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદથી દ્વારકા દર્શનાર્થીની સંખ્યા પણ વધુ જોવા મળી રહી છે. 

તહેવારના લીધે ટ્રેનો ફૂલ થઇ જતા ના છૂટકે ભક્તોને દ્વારકા જવા માટે ખાનગી બસો કે વાહનનો સહારો લેવો પડે છે. ગુજરાત રાજ્ય નિગમનની બસોમાં પહેલેથી જ બુકીંગ ફૂલ છે. આથી શનિવાર અને રવિવારે જો તહેવારના ઘસારાને લીધે ટ્રેનો શરૂ કરવામાં આવે તો મોટી સંખ્યામાં દર્શનાર્થીને ફાયદો થશે. 

અમદાવાદથી અત્યારથી જ સૌરાષ્ટ્ર તરફ જતી બસો હાઉસફુલ જઈ રહી છે તેવામાં મુસાફરોને ટ્રેનમાં પણ જગ્યા ન મળતા ઉંચો ભાવ આપીને ખાનગી વાહનોમાં અથવા ખાનગી બસોમાં જવું પડે છે. આ માટે શનિ રવિ જો અમદાવાદથી દ્વારકાની ટ્રેન શરુ કરે તો મુસાફરોને ફાયદો થઇ અને રેલવે તંત્રને પણ રેવન્યુ જનરેટ થાય. રેલવેને પસેન્જર તેમજ ડેમુ ટ્રેન ચલાવવા રજૂઆત કરવામાં આવી છે અને તેનું વિશેષ નામ આપવામાં આવે તેમજ ટ્રેન સામાન્ય ભાડામાં ટ્રેનને ચલાવવામાં આવે જેથી ગરીબ તેમજ મધ્યમ વર્ગને લાભ મળે.