બીપરજોઈ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આગામી 14 અને 15 જૂને આ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાત રાજ્યમા અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમા થવાની છે, ત્યારે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ધીમે ધીમે આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આગામી 14 અને 15 જૂને આ વાવાઝોડું ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરી જશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.ત્યારે આ મામલે ગુજરાત રાજ્ય સરકાર અને તંત્ર સાબદુ બન્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ વાવાઝોડાના પગલે પ્રતિ કલાકે 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 14 અને 15 જૂનના રોજ આ પ્રકારની અસર સર્જાવાની છે, ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ સતર્ક બની અને ખાસ કરીને સુરેન્દ્રનગરનો જે રણ પ્રદેશ આવેલો છે. ત્યાં રણમાંથી મીઠું પકવતા અગરિયાઓને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.રણમાં મીઠું પકવતા આગરીયાઓને ખાસ કરી ગામ તરફ આવી જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે 90 ટકા જેટલી કામગીરી અગરિયાઓને ગામ તરફ લાવવાની પૂરી કરવામાં આવી છે. હજુ પણ 10 % જેટલા અગરિયાઓ રણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પણ તંત્ર હાલની પરિસ્થિતિ મુજબ કામે લાગ્યું છે. અને તમામ જે અગરિયાઓ છે અને તેમના પરિવારજનો છે તેમને ગામ તરફ લાવવાના પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.વાવાઝોડાના પગલે કોઈપણ પ્રકારનું નુકસાન સુરેન્દ્રનગર જિલ્લામાં ન સર્જાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે. આ અંગે વાવાઝોડાના પગલે ભારે પવન ફૂંકાવવાનો હોવાના કારણે જિલ્લાવાસીઓ આગામી 14 અને 15 જૂન સાવચેતી દાખવે તે માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ છાપરાવાળા મકાન હોય અને પશુઓ બાંધવાની જગ્યાઓ હોય ઈલેક્ટ્રીકના થાંભલા હોય તેવી જગ્યાઓથી દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં 14 અને 15 જુને પ્રતિ 60 કિ.મી.ની ઝડપે પવન ફૂ્કાવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે ભારે પવન પણ ફૂંકાવાનો છે અને અન્ય પણ છુટાછવાયા વરસાદની આગાહી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Union Minister of State Shri Arjun Ram Meghwal participates in valedictory function of "The Roots of Identity" event in Meghalaya
Shillong: Union Minister of State for Culture and Parliamentary Affairs Shri Arjun Ram...
Weather Update Today: दिल्ली में आज बूंदाबांदी के आसार, यूपी-बिहार में चलेगी लू! पढ़ें अन्य राज्यों का हाल
Weather Update Today: देश के कई हिस्सों में चक्रवाती तूफान बिपरजॉय का खतरा मंडरा रहा है।...
Gujarat Election 2022 | પહેલા તબક્કા માટે 84 બેઠકોના ઉમેદવાર જાહેર | Gujarat News | News18 Gujarati
Gujarat Election 2022 | પહેલા તબક્કા માટે 84 બેઠકોના ઉમેદવાર જાહેર | Gujarat News | News18 Gujarati
ભાવનગર ડિમોલેશનની સોદાબાજી પ્રકરણે એસ્ટેડ વિભાગના બે કર્મચારીઓની બદલી થઈ | SatyaNirbhay News Channel
ભાવનગર ડિમોલેશનની સોદાબાજી પ્રકરણે એસ્ટેડ વિભાગના બે કર્મચારીઓની બદલી થઈ | SatyaNirbhay News Channel