કંડા પ્રાથમિક શાળામાં વિકાસ કમિશ્નર સંદીપકુમારના હસ્તે પ્રવેશોત્સવ યોજાયો, વિકાસ કમિશ્નરે શાળાના ખૂબ વખાણ કર્યા, ડીડીઓને જીલ્લા પંચાયતના તમામ સભ્યો સાથે કંડા પ્રાથમિક શાળાની મુલાકાત લેવાનું સૂચન કર્યું
હાલમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવમાં પાવીજેતપુરમાં કંડા પ્રાથમિક શાળામાં રાજ્યના વિકાસ કમિશ્નરના હસ્તે પ્રવેશોત્સવ યોજાયો હતો. વિકાસ કમિશ્નર દ્વારા કંડા પ્રાથમિક શાળાના વખાણ કરવામાં આવ્યા હતા.
છોટાઉદેપુર જીલ્લામાં ચાલી રહેલા પ્રવેશોત્સવમાં પાવીજેતપુરની કંડા પ્રાથમિક શાળામાં રાજ્યના વિકાસ કમિશ્નર સંદીપકુમાર હાજર રહ્યા હતા, અને આંગણવાડીમાં ૪, બાલવાટિકામાં ૪૦,ધોરણ ૧ માં ૧૩ અને ધોરણ ૨ થી ૮ માં ૯ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
શાળાની મુલાકાતે આવેલા વિકાસ કમિશ્નર સંદીપકુમારે જી ૨૦ અંતર્ગત કરવામાં આવેલ કામના વખાણ કર્યા હતા ઉપરાંત શાળાનો માહોલ અને શાળાનો કોન્સેપ્ટ પાણી બચાવો, પર્યાવરણ બચાવો, પ્રકૃતિનું જતન અંગેનું મોડેલ જોઈને આ પ્રવૃત્તિઓ જોઈને ખૂબ ખુશ થયા હતા, અને જીલ્લા ખાતે યોજાયેલી રિવ્યૂ મિટિંગમાં તે અંગેની માહિતી આપી અને ડીડીઓને જીલ્લા પંચાયતના તમામ સભ્યો સાથે કંડા પ્રાથમિક શાળાની મુલાકાત લેવાનું સૂચન પણ કર્યું હતું.