દીઘડિયા ગામે મોટી દુર્ઘટના થતી અટકી હતી.નર્મદા કેનાલમાં નાહવા પડેલા ત્રણ યુવાનો ડૂબી રહ્યા હતા તે વેળાએ અન્ય બે યુવાનો કાંઠે બેઠા હોય તેઓએ બુમાબૂમ કરતા બાજુના વાડીએથી યુવાન કેનાલ કાંઠે દોડી આવી વાયર અને દોરડા કેનાલમાં નાખી ત્રણેય યુવાનોને મહામહેનતે બચાવી લીધા હતા.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ વિકાસભાઈ કોળી, મહેશભાઈ મહારાજ અને રણજીતભાઈ કોળી સહિત પાંચ યુવાનો આજે કામ પતાવી સરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે દીઘડીયા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મહેશ, વિકાસ અને રણજીત નાહવા પડ્યા હતા. અને તેના અન્ય બે મિત્ર કેનાલ કાંઠે બેઠા હતા.જોકે કેનાલમાં નાહવા પડેલા ત્રણેય મિત્ર કેનાલમાં વધુ પાણી હોવાના કારણે ડૂબી રહ્યા હોવાની જાણ કાંઠે બેઠેલા બે મિત્રોને થતા તેઓ દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી. જેથી બાજુની જ વાડીએ રહેતા અનિલભાઈ મગનભાઈ મકવાણા નામનો યુવાન અવાજ સાંભળી કેનાલ કાંઠે દોડી આવ્યો હતો. અને ત્રણેય યુવાનોને ડૂબતા જોઈ વાડીએ ઝટકા મશીન માટે લાવવામાં આવેલા વાયર તેમજ દોરડા તાત્કાલિક લઈ આવી ત્રણેય યુવાનોને મહાન મહેનતે કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.અનિલભાઈ મકવાણા સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે, જે યુવાનો ડૂબી રહ્યા હતા અને આ ત્રણેય યુવાનોને જે જગ્યાએથી બહાર કાઢવામાં આવ્યા તેનાથી 10 ફૂટ દૂર જ અંડરગ્રાઉન્ડ કેનાલ હોય જેના કારણે જો થોડું પણ મોડું થયું હોત તો ત્રણેય યુવાનો આ અંડરગ્રાઉન્ડ નાળામાં ગરકાવ થઈ જાત જેથી તેઓને ગોતવા પણ મુશ્કેલ બની જાત.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અનુપમ હાઈટ મિત્ર મંડળ પર્વત પાટિયા સુરત આયોજિત ગણપતિ બાપા મૂર્તિની સ્થાપના કરવામાં આવી
અનુપમ હાઈટ મિત્ર મંડળ પર્વત પાટિયા સુરત આયોજિત ગણપતિ બાપા મૂર્તિની સ્થાપના કરવામાં આવી
તું ઉપરાણું લઈને કેમ આવ્યો તેમ કહી હુમલો કર્યો
પાટડીના ખારાઘોડા ગામે અગાઉના જૂના મનદુઃખને લઈને માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં તું ઉપરાણું...
পুৰীৰ ৰথ যাত্ৰাৰ সময়ত ১৪ জন আহত, ৮২ জন অজ্ঞান
📌পুৰীৰ ৰথ যাত্ৰাৰ সময়ত ১৪ জন আহত, ৮২ জন অজ্ঞান
📌মঙলবাৰে ভগৱান বালাভদ্ৰৰ তালাদ্বাজ ৰথ টানি যোৱাৰ...
વ્યાજખોરી સામે ગુજરાત પોલીસ લાલ આંખ, બાલાસિનોર માં યોજાયો "લોક દરબાર"
સંવાદદાંતા 👉પરમાર રણજીતસિંહ
આજરોજ બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યું...
राजस्थान में आतंकी संगठन से जुड़े 6 लोग गिरफ्तार:दिल्ली पुलिस की भिवाड़ी में छापेमारी
दिल्ली पुलिस की स्पेशल टीम ने भिवाड़ी के चौपानकी में आतंकी संगठनल अल-कायदा से जुड़े 6 संदिग्धों...