ગુજરાતમાં સૌપ્રથમ વાર પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે સરસ્વતી મહાપૂજા યજ્ઞનું ભવ્ય આયોજન કરાયુ..

શાળાના બાળકોના યજમાન તળે યોજાયો ૧૦૮ કુંડી સરસ્વતી મહાપૂજા યજ્ઞ..

ભારતીય સંસ્કૃતિ મુજબ યજ્ઞ દ્વારા પ્રવેશોત્સવ કર્યા બાદ શૈક્ષણિક કાર્યનો શુભારંભ કરનાર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ગુજરાતની પ્રથમ શાળા બની..

આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિને કદાચ એક જ શબ્દમાં સમેટી લેવી હોય તો તે શબ્દ ‘યજ્ઞ’ જ હશે. યજ્ઞ એ મૂળ સંસ્કૃતની યજ ધાતુમાંથી બનેલો શબ્દ છે. જેનો અર્થ દાન, દેવપૂજન તથા આહુતિ થાય છે. યજ્ઞ માત્ર પોતાના એક માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે તમે કરવામાં આવે છે. યજ્ઞ પૂજા એવી છે જેને કરવાથી સંસારનું કલ્યાણ થાય છે. 

           

લોકો આજે દોડધામ વાળી જીંદગીમાં ધર્મનું મહત્ત્વ અને તેની પાછળનું વિજ્ઞાન નથી સમજી શકતા, પરંતુ ખરેખર યજ્ઞનું પોતાનું વૈજ્ઞાનિક મહત્ત્વ છે. જેમ અનાજના દાણાને માટીમાં ઉગાડવાથી બહુ બધો પાક આપણને મળે છે તેમ જ યજ્ઞમાં આહુતિમાં અપાતી વસ્તુ પણ અગ્નિમાં ભળીને સો ગણી વધુ શક્તિશાળી બની જાય છે.

           

ભારતીય પુરાણોમાં કહેવાયું છે કે યજ્ઞ દ્વારા આયુષ્ય, આરોગ્ય, તેજસ્વિતા, વિદ્યા, યશ, પરાક્રમ, વંશવૃદ્ધિ, ધનપ્રાપ્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.

           

ભારતીય સંસ્કૃતિના આ વારસાને જાળવી રાખવા શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર ખાતે ગુજરાતમાં સૌપ્રથમવાર સરસ્વતી મહાપૂજા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું.

          શ્રી સોળગામ લેઉવા પાટીદાર સમાજના ઉત્સાહી પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યુ હતું.

      સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના બાળકોના યજમાન પદે યોજાયેલ આ ૧૦૮ કુંડી સરસ્વતી મહાપૂજા યજ્ઞથી ભારતીય સંસ્કૃતિના વારસાનું જતન અને બાળકોમાં શિસ્ત-સંસ્કાર અને સમય પાલનતાના ગુણોનો વિકાસ થશે. બાળકો ભારતીય સંસ્કૃતિના વારસાને જાળવી રાખે જેથી આજનું યુવાધન જે ગેરમાર્ગે દોરાઇ રહ્યું છે તેમાં પણ જાગૃતિ આવશે.

         સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર ખાતે નવીન પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને આ સરસ્વતી મહાપૂજા યજ્ઞ ની વિધિ દ્વારા પ્રવેશોત્વ યોજનાર ગુજરાતની પ્રથમ શાળા બની હતી.આ પ્રસંગે મંડળના તમામ પદાધિકારીઓ, સ્વસ્તિક,શૈક્ષણિક સંકુલના તમામ વિભાગનાં ગુરુજીઓ, વિદ્યાર્થીઓ સહિત વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.