પંચમહાલ જીલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા તા.૧૨-૦૬-૨૦૨૩ના રોજ ગોધરા અને કાલોલ ખાતે ટાસ્કફોર્સ રેડ કરવામાં આવી હતી. ઉક્ત રેડ દરમ્યાન ૦૭ તરૂણ શ્રમિક મળતા સંસ્થા સામે કાર્યવાહી શરૂ કરાઇ હતી. કાલોલ ખાતે રેડ કરતાં સંસ્થા હોટેલ સહયોગ મુ. ચિમનાપુરા, હાલોલ ગોધરા હાઇ-વે તા. કાલોલ જિ. પંચમહાલ ખાતે ૭ તરૂણ શ્રમિક પાસે કામ કરાવવામાં આવતું હતું. જેની ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પુછપરછ દરમ્યાન તરૂણ શ્રમિક હોવાનું જણાઈ આવેલ હોઇ તરૂણ શ્રમિકોને કામે રાખનાર સંસ્થા અને તરૂણ શ્રમિકનું નિવેદનો લઈને નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ સમગ્ર કામગીરીમાં પંચમહાલ જિલ્લાના સરકારી શ્રમ અધિકારીશ્રી જે.જી.ગઢવી, એસ.ડી.યાદવ, આસીસ્ટન્ટ ડાયરેકટર, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ગોધરા, શ્રી એ.આર.વાળંદ, જિલ્લા બાળ સુરક્ષા એકમ ગોધરા,શ્રી પુષ્પેન્દ્ર કુમાર તથા સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓ જોડાયા હતા. સંસ્થા હોટેલ સહયોગ મુ. ચિમનાપુરા, હાલોલ ગોધરા હાઇ-વે તા. કાલોલ જિ. પંચમહાલના માલિક વિરૂધ્ધ નિયમોનુસાર બાળ અને તરૂણ શ્રમ ( પ્રતિબંધ અને નિયમન ) અધિનિયમ - ૧૯૮૬ હેઠળ ફોજદારી કેસો કાર્યવાહી કરવામાં આવનાર છે તેમ મદદનીશ શ્રમ આયુક્તશ્રી, ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.