રાજ્યના યુવક,યુવતિઓના આત્મ વિશ્વાસ સાથે સરકારી/બિનસરકારી સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી પરીક્ષા માટેના ઇન્ટરવ્યુ આપી શકે તે હેતુથી પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પ્રાદેશિક ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન ઓગસ્ટ માસમાં હાથ ધરવામાં આવશે.

રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની કમિશ્નર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,ગાંધીનગર ના ઉપક્રમે યોજાનાર આ શિબિરમાં ભાગ લેવા માંગતા ૨૦ થી ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતિઓએ નિચે જણાવેલ વિગતો સહ પોતાની અરજી તા.૩૧/૦૭/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી,જિલ્લ્લા રમત ગમત અધિકારીની કચેરી,રૂમ નં.સી-૧/૨ અને સી-૧/૪,પ્રથમ માળ,જિલ્લા સેવા સદન,લાલપુર બાયપાસ રોડ,ખંભાળીયા,જિ.દેવભૂમિ દ્વારકા ખાતે મોકલી આપવાની રહેશે. અરજદારે પોતાની અરજીમાં નામ અને સરનામું, સંપર્ક નંબર, જ્ન્મનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લયકાત આધાર પુરાવા સહ, રોજગાર વિનિમય કચેરીમાં નોધણીની વિગતો, પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો, આધાર કાર્ડની નકલ વગેરે સામેલ કરી પોતાની અરજી મોકલવાની રહેશે. પસંદ થયેલ યુવક યુવતીઓને શિબિરની તરિખો બાબતે જાણ કરવામાં આવશે. વધુ માહિતી માટે કચેરીના સંપર્ક નંબર ૦૨૮૩૩-૨૩૬૧૮૦ ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયુ છે.