બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ મડાણા હોસ્ટેલમાંથી નીકળી ગયેલ બે બાળકોને તેના વાલી સાથે મેળાપ કરાવતી દાંતીવાડા પોલીસ.

શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ ગુમ બાળકો/મહિલાઓ તથા વ્યક્તિઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે, શ્રી ડૉ.કુશલ આર.ઓઝા, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા નાઓના માર્ગદર્શન શ્રી એસ.ડી.ચૌધરી, પો.સબ.ઇન્સ. દાંતીવાડા પો.સ્ટે. નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ફરતા ફરતા દાંતીવાડા ત્રણ રસ્તા મુકામે આવતા બે નાના બાળકો રોડની સાઇડમા ઉભેલ હોય જેથી તેઓ પાસે જઇ તેમનુ નામઠામ પુછતા પ્રથમ બાળકે પોતાનુ નામ

કાળુભાઈ સોમાભાઈ જાદવ ઉ.વ.૧૩ તથા રામુભાઇ સોમાભાઇ જાદવ ઉ.વ.૯ બંને.રહે.રાનેર તા.કાંકરેજ

જી.બનાસકાંઠા વાળાઓ જણાવતા હોય અને પોતાની માતા રમીલાબેન જાલરા કરજા ગામે ખેતી કામ કરે છે

તેમ જણાવતા બંને બાળકોને પો.સ્ટે. લાવી તેમની માતા રમીલાબૅન સોમાભાઈ જાદવ નો સંપર્ક કરી પો.સ્ટે. બોલાવી પુછતા તેઓએ બંને બાળકોને ગઢ મડાણા હોસ્ટેલમા ભણવા બેસાડેલ હતા અને આજરોજ સવારના ગઢ હોસ્ટેલમાંથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોવાનુ જણાવેલ હોય જેથી બંને બાળકોને તેમની માતા સાથે મુલાકાત કરાવી તેમના ઘરે મોકલી આપેલ છે ત્યારે આ કામગીરી મો મદદ કરનાર દાંતીવાડા પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીની વિગત

 શ્રી એસ.ડી.ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર

- શ્રી મોહસીનખાન હેડકોન્સ્ટેબલ

 શ્રી રમેશભાઇ,હેડ.કોન્સ્ટેબલ

શ્રી જીતેન્દ્રસિંહ,હેડ. કોન્સ્ટેબલ

શ્રી પ્રવિણભાઇ પોલીસ કોન્સ્ટેબલ ..

દાંતીવાડા પોલીસ સ્ટેશન તરફથી બંને બાળકો ને તેમને ઘરે હેમખેમ તેમની માતા જોડે મોકલી આપેલ હતા......

અહેવાલ અમૃત માળી ડીસા