ભારતીય હવામાન વિભાગ મુજબ આ વાવાજોડું અતિ ગંભીર વાવાઝોડામાંથી અત્યંત ગંભીર વાવાજોડામાં પરિવર્તિત થયેલ છે. વાવાજોડા ની આંતરિક પવનની ગતિ ૧૭૦ કિમી/કલાક જેટલી હોય, અને પાછલા ૬ કલાકમાં ઉત્તર દિશામાં સરેરાશ ૮ કિમી/કલાકની ઝડપે ૪૮ કિમી અંતર કાપેલ છે 

અલગ અલગ ફોરકાસ્ટ મોડલ મુજબ આ વાવઝોડું ૧૩ થી ૧૫ જુનના રોજ દીવ થી લઈને કરાચી (પાકિસ્તાન) સુધીના દરિયાકાંઠાના વિસ્તાર પર લેન્ડ ફોલ કરી શકે છે (લેન્ડ ફોલ: વાવાજોડા નું કેન્દ્ર દરિયામાંથી જમીન પર આવે જેને લેન્ડફોલ કહેવાય). 

આ વાવાઝોડાનું કેન્દ્ર 

*વેરાવળથી 430 કિમી*

*પોરબંદરથી 450 કિમી*

*દ્વારકાથી 490 કિમી દુર છે*

આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચાલુ થઇ ગયેલ છે, દક્ષીણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૪૦ થી ૫૦ કિમી/કલાકની ઝડપના ઝાટકા સાથે પવન નોંધાયેલ છે, જેમાં આગામી ૨ દિવસ દરમિયાન નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. પશ્ચિમ-દક્ષીણ સૌરાષ્ટ્રમાં છુટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા જોવા મળેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.