અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ ખાતેથી ટાટા ટ્રક માંથી માદક પદાર્થ પોષડોડા સાથે એક ઇસમને પકડી પાડતી અર્મીગઢ,બનાસકાંઠા પોલીસ.

શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં કેફી ઔષધો અને મન;પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર અટકાવવા આપેલ સૂચના અંતર્ગત,

શ્રી ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ-ડીસા તથા શ્રી એમ.આર.બારોટ, પો.ઈન્સ.

અમીરગઢનાઓના માર્ગદર્શન હેઠળ, તા.૦૮/૦૬/૨૦૨૩ના રોજ અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન સવારે વહેલા ૬,૦૪/૫૫ ના સુમારે આબુરોડ તરફથી ટાટા ટ્રક નં. GJ-12-Z-DN-2873 આવતાં જેને સાઈડ કરાવી ટ્રકની પાછળના ભાગે કંતાન ઢાંકેલ હોય જે હટાવી જોતાં પથ્થરના ટુકડા તથા પથ્થરનો ભુકો ભરેલ હોય હોય અને ડાલાના ભાગે મોઢીયાં બંધ હાલતમાં કટ્ટા નંગ-૩ મળી આવેલ જે કટ્ટામાંથી માદક પદાર્થ પોષડોડાનો જથ્થો મળી આવેલ હોય જે કુલ જથ્થો ૫૧.૭૫ કી.ગ્રા. કિં.રૂા.૨,૫૮,૭૫૦ તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૩,૧૦૦/- તથા ટાટા ટ્રક ટ્રેઈલર નં. GJ-12-2-DN-2873 કિ રૂ.૧૦,૦૦,૦૦૦/- સાથે મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧૨,૬૬,૮૫૦/- નો ગે.કા. અને વગર પાસ પરમીટે તહોદારો (૧) સંતોષ સ/ઓ રાઉરામ જાટ રહે.ધનાઉ તા.ચૌટન જી.બાડમેર ,રાજસ્થાન (ર) મદનભાઈ જાટ રહે.ઉદયપુર(રાજસ્થાન) વાળાઓએ એકબીજાના મેળાપીપણામાં ટાટા ટ્રક ટ્રેઇલરમાં હેરાફેરી કરતાં તહોદાર નં.૧, ૫કડાઈ ગયેલ હોય જેઓની વિરૂધ્ધમાં એન.ડી.પી.એસ. ઍક્ટ ૮સી,૧૫સી,૨૯ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

ત્યારે આ કામ મો કામગીરી કરનાર અમીરગઢ પોલીસ સ્ટેશન ના અધિકારીશ્રી

શ્રી એમ.આર.બારોટ, પો.ઇન્સ.

 શ્રી રાજેશકુમાર,એ.એસ.આઇ.

શ્રી વસંતકુમાર,હેડ.કોન્સ.

 શ્રી ધર્મેશકુમાર,પો.કોન્સ.,

શ્રી દિગવિજયસિંહ,પો.કોન્સ.,

શ્રી રમેશજી,પો.કોન્સ.,

શ્રી રમેશભાઈ,પો.કોન્સ.,

સાથે રહી અમીરગઢ તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે....

અહેવાલ અમૃત માળી ડીસા