ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન તથા શ્રાવણ માસ દરમ્યાન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું. આજરોજ તા.૦૮/૦૮/૨૦૨૨ ના શરૂ રાત્રિના કોમ્બિંગ નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે,રાજુલા ટાઉનમાં મફતપરા વિસ્તારમાં, સરકારી શાળાની સામેની શેરીમાં જાહેરમાં અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે,તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતાં કુલ ત્રણ ઇસમોને રોકડ રકમ,મોબાઇલ ફોન તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડી,ત્રણ ઇસમો રેઇડ દરમ્યાન નાસી ગયેલ હોય, જે તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી,પકડાયેલ ઇસમો તથા મુદ્દામાલ રાજુલા પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે.જુગાર રમતા પકડાયેલ આરોપીઓઃ (૧) અરવિંદ રાજુભાઇ ગોહિલ,ઉ.વ. ૨૬,રહે.રાજુલા,મફતપરા, તા.રાજુલા, જિ.અમરેલી,(૨) વિરલ વિનુભાઇ સોલંકી,ઉ.વ.૨૧, રહે.રાજુલા, મફતપરા, તા.રાજુલા, જિ.અમરેલી, (3) મેહુલ ભીખાભાઇ ભાલીયા,ઉં.વ.૨૩, રહે.રાજુલા,મફતપરા,તા.રાજુલા, જિ.અમરેલી,પકડવાના બાકી આરોપીઓ (૧) કિશન સોમાતભાઇ બારૈયા, રહે.રાજુલા,મફતપરા, તા.રાજુલા, જિ.અમરેલઈ, (૨) અનુ રાજુભાઇ સલાટ,રહે.રાજુલા,મફતપરા, તા.રાજુલા , જિ.અમરેલી,(૩) ભરત કનુભાઇ બારૈયા, રહે.રાજુલા, મફતપરા, તા.રાજુલા, જિ.અમરેલી,પકડાયેલ મુદ્દામાલઃ રોકડા રૂ .૧૧,૨૩૦/-તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૨૫,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-પર,કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ કિં.રૂ.૩૬,૨૩૦-નો મુદ્દામાલ. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.