વિશ્વ પર્યાવરણ દિવસ પર સાંસદ કાછડીયાએ વન વિભાગનુ એકેય વૃક્ષ ઉછરતુ નથી તેમ કહી તંત્રનુ નાક વાઢ્યું હતુ.
વાત નવી નવાઈ ની એ છે કે!જે વૃક્ષો ઉછેરેલા છે ૨૦/ ૩૦ વર્ષ થી ખખડધજ ઉભા છે. તેવા હજારો વૃક્ષોનું ખાટ સવાદીયા લોકો દ્વારા ભ્રષ્ટ વન તંત્રના નાક નીચે છડેચોક નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લામા ગીર વિસ્તારને બાદ કરતા બીજા વિસ્તારમા વૃક્ષોની સંખ્યા ખુબજ ઓછી છે. અને બીજી તરફ લેભાગુ તત્વો ખુલ્લેઆમ વૃક્ષોનુ નિકંદન કાઢી રહ્યાં છે.
અમરેલીના ચક્કરગઢની સીમમા તો આવા તત્વોએ તંત્રની મિલીભગત અને ભ્રષ્ટ સરકારી બાબુઓના મો બંધ કરી એક હજારથી વધુ વૃક્ષોનું ખુલ્લેઆમ કટિંગ કરી નાખ્યુ છે
ચક્કરગઢમા ગ્રામ પંચાયતના ભ્રષ્ટ સતાધીશોની મિલીભગત સાથે ગૌચરમાથી માટી ચોરી કરવા ઉપરાંત એક હજાર વૃક્ષોનો પણ સોથ બોલાવી દેવાયો છે.
બે માસથી આ સમગ્ર ગેરકાયદેસરનો કારોબાર ધમધમતો હતો રાજકીય આગેવાનોએ પણ આવા તત્વો માથે ચાર હાથ રાખી ચુપકિદી સેવી લીઘી હતી.
આ વૃક્ષો કાપનારાઓ દ્વારા કોઇ મંજુરી લેવામાં આવી નહતી કૅ કટિંગ કરાયેલા વૃક્ષો ની હરરાજી પણ કરીન હતી કૅ પછી આ વૃક્ષોના પૈસા પંચાયતમા પણ ભર્યા ન હતા.
પંચાયતના ભ્રષ્ટ જવાબદારો એ બે લાખ રૂપિયા બારોબાર પ્રસાદીના આપી દઇ ગૌચરમાથી હતા એટલા વૃક્ષો કાપી નાખ્યા હતા.
સૌથી મોટી વાત એ છે કે આ વિસ્તારમા સાવજોનો વસવાટ છે અને સાવજના ઘરને ઉજ્જડ કરી દેવામા આવ્યું છે.
એક રાજકીય કાર્યકરે એકલા ચક્કરગઢની સીમમાથી જ ૨૦ ટ્રક ભરાય તેટલા લાકડાનુ કટીંગ કરી ૨૦ ટ્રક જેટલાંક લાકડા સગેવગે કરી દઈ તેનો બારોબાર નિકાલ કરી નાખ્યો હતો.
થડયા અને મોટી ડાળીઓનુ કટીંગકરી વેચી દેવાયુ હતુ જયારે ઝાડી ઝાખરાના અવશેષોના પ્રુફ હજુ પણ યથાવત પડયા છે.
ખુદ વનતંત્રએ ગૌચરને અડીને જ પવનચક્કીથી પાણીનો પોઇન્ટ પણ શરૂ કર્યો છે. બાજુમાં જ સાવજો માટે પાણીના પોઇન્ટ આવેલો છે અહી બાવળ અને દેશી કુળના વૃક્ષોનુ જંગલ બની ગયુ હતુ જે સાવજોનુ કાયમી રહેઠાણ બની રહ્યું હતું.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.