જૈવિક વિવિધતાના અનુસંધાર્થે સાયકલ પર દુનિયાના દેશોના ભ્રમણ પર નીકળેલ જર્મની દંપતિ સાવરકુંડલા શહેરના વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની પ્રકૃતિ બચાવ ઝૂંબેશથી પ્રભાવિત થયું.

હન્ના ઓલસ અને જોન સોમર નામનું આ જર્મન દંપતિએ સાવરકુંડલાની પરોણાગતના ભરપૂર વખાણ કર્યા 

શાકાહારી ભોજનની પણ અનેક વેરાયટીઓ હોય છે તેની અનુભૂતિ પણ કરી.. જાતજાતના મોર્નિંગ બ્રેકફાસ્ટ સાથે ઓરિજિનલ કાઠિયાવાડી શાકાહારી ભોજનનો સ્વાદ માણી આત્મસંતોષ વ્યક્ત કર્યો

આમ તો આ જર્મન દંપતિ સાયકલ ઉપર સવારી કરી વિશ્ર્વના યૂરોપ અને એશિયાના અનેક દેશોમા જૈવિક વિવિધતાના અનુસંધાર્થે સાયકલ પર સવાર થઈને નીકળી પડ્યું છે. જૈવિક વૈવિધ્ય સંદર્ભે જુદા જુદા સાંપ્રત પ્રોજેક્ટ અંતર્ગત એનાં પ્રારંભિક પ્રોત્સાહન આપવા માટે પણ સ્થાનિક લોકો સાથે સંવાદ કરતાં જોવા મળ્યા હતાં. અને આમ તેણે સાવરકુંડલા આસપાસના વન્ય વિસ્તારોમાં જીવસૃષ્ટિની વૈવિધ્યતા સંદર્ભે માહિતી મેળવી હતી. આમ તો તેનું લક્ષ્ય તો વીશ કરતાં વધુ દેશોના સાયકલ પ્રવાસ દરમિયાન જૈવિક વૈવિધ્યના રક્ષણ માટેનું રીસર્ચ કરવાની નેમ છે. જો કે હજુ બાર કરતાં વધુ દેશોમાં સાયકલ પર પ્રવાસ કરીને ભારત દેશમાં પધારેલ છે. એ તો એમણે પણ સ્વીકાર્યું કે જૈવિક વૈવિધ્યના રક્ષણ માટે લોકજાગૃતિ કેળવવી પડશે. માત્ર કાગળ પર વાતો કર્યે નહી ચાલે એને મૂર્ત સ્વરૂપ આપવા માટે વાસ્તવિક ભૂમિ પર પગ મૂકવો પડશે. આમ સાવરકુંડલા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિને પણ તેમણે બિરદાવી સાથે સાથે આવી પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ ખૂબ જ જવલ્લે જોવા મળે છે તેનો અફસોસ પણ વ્યક્ત કર્યો. 

એમણે નોર્મલ રેન્જ વન વિભાગ સાવરકુંડલાની પણ મુલાકાત લીધી હતી અને વન્ય વૈવિધ્યતા સંદભે માહિતી મેળવી હતી.

તેમને સમગ્ર ગીરનું માર્ગદર્શન અને માહિતી બોટાદ જિલ્લા વાઈલ્ડ લાઈફ વોર્ડન વિક્રમભાઈ ગઢવી દ્વારા સાથે રહીને આપતાં જોવા મળેલ

રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા