રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનનો સૌથી મોટો ડેમ કાખોવકા જે ઉત્તર યુક્રેનમાં આવ્યો છે તે  ધ્વસ્ત થઈ ગયો છે,  રશિયા-યુક્રેને એકબીજા પર તેને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુશાર ડેમ પર હુમલા બાદ છોડવામાં આવેલ પાણી યુદ્ધના મેદાન સુધી પહોંચી ગયું છે. પૂરના ભયને કારણે આસપાસના ગામને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. રશિયન સમાચાર એજન્સી અનુસાર , 80 ગામમાં પૂરનું જોખમ છે. યુક્રેનનો આ ડેમ 1956 માં સોવિયત સંઘના શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. નિપર નદી પર બનેલો આ ડેમ 30 મીટર ઊંચો છે અને 3.2 કિમી વિસ્તારમાં ફેલાયેલો છે,