શિરા ગામ નજીક પીક અપ ચાલકે મોટરસાયકલ ચાલકને ટક્કર મારી થયો ફરાર : યુવકનું થયું મોત

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના શીરા ગામ નજીક પિક અપ ગાડી ચાલકે મોટરસાયકલ ચાલકને ટક્કર મારી ફરાર થયો હોવાનું જાણવા મળેલ છે આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું મોત થતા તિલકવાડા પોલીસે કાયદેસર તપાસ હાથ ધરી છે

ઉલ્લેખનીય છે કે હાલ ના સમયમાં અવાર નવાર અકસ્માત ની ઘટનાઓ બનતી હોય છે હાલ થોડા દિવસ અગાઉ નલિયા ગામ નજીક ટ્રક ચાલક મોટરસાયકલ ચાલકને ઠક્કર મારી ફરાર થયો હતો જેમાં મોટરસાયકલ ચાલક યુવકનું ઘટના સ્થળ પર મોત થયું હતું હાલ ફરી એકવાર અકસ્માત ની ઘટના સામે આવી છે. આ ઘટનામાં નાદોદ તાલુકાના ગુવાર ગામના યુવક જગદીશભાઈ તડવી પોતાના કબજાની જુપીટર સ્કૂટર નંબર GJ 22 N 2280 નંબરની સ્કૂટર લઈ નીકળ્યા હોય દરમિયાન તિલકવાડા તાલુકાના શીરા ગામના બસ સ્ટેન્ડ નજીક આવતા આ કામના પીક અપ ગાડી નંબર GJ 06 AT 3217 નંબરની ગાડી ના ચાલકે પોતાના કબજાની પીકઅપ ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સીરા ગામ નજીક આવતા આ કામના મોટરસાયકલ ચાલક જગદીશભાઈ તડવીની મોટરસાયકલને ટક્કર મારી અકસ્માત સર્જી ફરાર થયો હતો

આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક જગદીશભાઈ તડવી રોડ ઉપર પટકાતા તેઓની આંખના ઉપરના ભાગે કપાળના ભાગે તથા શરીરે ઓછી વત્તી ઇજાઓ તથા પગના ભાગે ફેક્ટર થતાં તેઓનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ તિલકવાડા પોલીસને થતા તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો તત્કાલીની ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ભાગી ગયેલા પીક અપ ગાડી ચાલક વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.....