ડીસા તાલુકાના લુણપુર ગામે યુવતીને સાસરે તેડી જવા બાબતે બોલાચાલી થતા ધીંગાણું ખેલાયું હોવાથી ઘટના બની છે. જેમાં સામ સામે મારામારી થતાં મહિલાઓ સહિત 10 લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ડીસા ની સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે..

ડીસા તાલુકા ના લુણપુર ગામે રહેતા પારજી સોલંકી ની દીકરીના લગ્ન એક મહિના અગાઉ મડાણા ગામે થયા હતા, તેમજ ગત મોડી સાંજે યુવતી ના સાસરિયાઓ ડીસા થી લુણપુર ગામે યુવતી ને તેડવા માટે ગયા હતા, તે દરમિયાન ગામમાં રહેતા લક્ષ્મણજી સોલંકી સહિત અન્ય લોકો યુવતીના ઘરે પહોંચ્યા હતા અને યુવતી આણું કેમ કરો છો, તેમ કહી બોલાચાલી કરી હતી..

બાદમાં બોલાચાલી વધુ ઉગ્ર લક્ષમણજી એ ફોન કરતા અન્ય લોકો હથિયાર લઈ બાઈક અને ટ્રેકટર પર ત્યાં પહોંચ્યા હતા અને હુમલો કરતા સામ સામે મારા મારી કરી હતી, જેમાં મહિલાઓ સહિત 10 થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચતા લોકો લોહી લુહાણ થઈ ગયા હતા..

મારા મારી અને બુમાબુમ થતા ઘટના ને પગલે આજુ બાજુમાં તેમના સગા સંબંધીઓ અને પાડોશીઓ દોડી આવ્યા હતા.. આ બનાવ અંગે જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ લૂણપુર ગામે પહોંચી હતી અને તમામ લોહી લુહાણ હાલત માં ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે ડીસા ની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા..

જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજગ્રસ્ત લોકોની હાલત વધુ નાજુક જણાતા, વધુ સારવાર અર્થે પાલનપુર ની સરકારી હોસ્પિટલ માં ખસેડ્યા હતા..

હુમલા બાબતે યુવતીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..