રામકૃષ્ણ,વિવેકાનંદ અને માં શારદા એટલે સત્ય,પ્રેમ,કરુણા:મોરારિબાપુ
હાવરાના બેલુર મઠ ખાતે "માનસ -પરમહંસ"નો આરંભ
પુ.મોરારીબાપુના વ્યાસાસને ૯૧૮મી રામકથા પશ્ચિમ બંગાળના હાવરા ખાતે રામકૃષ્ણ આશ્રમ બેલુર મઠ ખાતે "માનસ -પરમહંસ" ના નામથી નામકરણથી પ્રારંભ થયો.
૩ જુન અને શનિવારના રોજ આરંભાયેલી આ કથા ૧૧મી જૂન રવિવારના રોજ વિરામ લેશે.
આ કથાના આરંભના આગળના દિવસે એટલે કે શુક્રવારના રોજ સાંજે કોલકત્તા થી ૧૫૦ કિલોમીટર દૂર અતિ દર્દનાક એવો રેલ અકસ્માત થયો અને એમાં ૩૦૦ જેટલા વ્યક્તિઓ નિર્વાણ પામ્યા.
કથાના બીજા દિવસે મોરારિબાપુએ કહ્યું કે વ્યાસપીઠ આ રાશિથી કોઈનું આંસુ લુંછી શકે તેમ નથી પરંતુ યતકિંચિત સંવેદના પહોંચાડવાનો આપણે પ્રયાસ કરી રહ્યાં છીએ.
બાપુ હંમેશા જ્યારે જ્યારે કોઈ સંવેદનાયુક્ત સરવાણી માટે તુલસીદલ મોકલવાની માત્ર વાત કરે તો વ્યાસવાટિકાના ફ્લાવસૅ હંમેશા આવી વિતજા સેવા માટે ઉભાં હોય છે.
કથામાં બાપુએ કહ્યું કે આપણે કોઈપણ સેવા માટે ક્યારે કોઈને અપીલ કરતાં નથી.તેનું નામ પણ આપણાં વ્યાસ વાટિકાના ફ્લાવર્સ જાહેર ન કરવા માટે જણાવે છે.
તો પણ આ સંવેદના માટે લંડન સ્થિત રમેશભાઇ સચદેવે રૂપિયા ૫૦ લાખની રાશિ મોકલી આપવા જણાવ્યું છે.
બાપુએ તલગાજરડા તરફથી આ રાશિમાં પોતાનું તુલસીદલ સવા લાખ રૂપિયા ઉમેરવાની પણ જાહેરાત કરી.છે.
સાથે સાથે એમપણ કહ્યું કૅ જે કોઈ વ્યાસપીઠના ફલાવસૅ આ સેવામાં જોડાવા ઈચ્છે તે આવકાર્ય છે.
કથાના દ્વિતીય દિવસે મોરારીબાપુએ કહ્યું કે આપણે રામકૃષ્ણ દેવની સાધના ભૂમિમાં બેઠાં છીએ. ત્યારે કોઈકનો પ્રશ્ન એવો પણ છે કે રામકૃષ્ણ દેવ, વિવેકાનંદજી અને માં શારદાદેવી પૈકીના કોને કોને આપણે સત્ય પ્રેમ અને કરુણા ની મૂર્તિ તરીકે ઓળખ આપીએ.
તો ભગવાન રામકૃષ્ણ સત્ય છે, વિવેકાનંદજી પ્રેમ અને માતા શારદા કરુણા છે.
માનસના સાત સોપાનો માં સાત પરમ હંસો છે.
બાલકાંડના મહાદેવજી એક પરમહંસ છે.
શુકદેવ અને જડભરતને આપણે ભાગવતજીના પરમહંસ તરીકે ઓળખી શકીએ.
આજની કથામાં યજમાન શ્રી અરુણભાઈ શ્રોફની બેઠકવ્યવસ્થા માટે સરાહના થઈ હતી.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.