અમદાવાદમાં ટૂંક સમયમાં જ મેટ્રો ટ્રેન દોડતી થશે. મળતી માહિતી મુજબ આગામી ઓગસ્ટ મહિનાના અંત સુધી મેટ્રો ટ્રેન શરૂ થઇ શકે છે. મેટ્રોના બંને કોરિડોરમાં ટ્રાયલ રન પૂર્ણ કરવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટનું સ્વપ્ન પૂર્ણ થશે. 15 મી ઓગસ્ટના રોજ શરૂ થનારી મેટ્રો ટ્રેન નો અદભુત નજારો જોઈ શકો છો.
- ફર્સ્ટ અંડર ગ્રાઉન્ડ શાહપુર મેટ્રો રેલ્વે સ્ટેશનનો અંદરનો નજારો
- જમીનથી 70 ફૂટ અંદર આવેલ આ સ્ટેશનનો અદભુત નજારો
- 28 કિલોમીટર લાંબો ફેસ 2 નું કામ પૂર્ણતાના આરે
ફર્સ્ટ અંડર ગ્રાઉન્ડ શાહપુર મેટ્રો રેલ્વે સ્ટેશનનો અંદરના નજારાને. જમીનથી 70 ફૂટ અંદર આવેલ આ સ્ટેશનનો અદભુત નજારો ખૂબ યાદગાર બની રહેશે લોકો માટે. કહી શકાય અમદાવાદીઓની હવે આતુરતાનો અંત આવશે. 28 કિલોમીટર લાંબો ફેસ 2 નું કામ પૂર્ણતાના આરે છે. 5000 કરોડથી પણ વધારે નો ખર્ચ મેટ્રો ફેસ 2 પાછળ થયેલ છે. સીસીટીવી,ટીવી સ્ક્રીન, વેટિંગ એરિયા સહિતની તમામ સુવિધાથી ભરેલ આ મેટ્રો રેલ સ્ટેશન. 15 મી ઓગસ્ટના રોજ શરૂ થનારી મેટ્રો ટ્રેન નો અદભુત નજારો સ્ક્રીન પર જોઈ શકો છો. તડામાર તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.