ભારતમાં કોરોના સંક્રમણના 16,167 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 15,549 લોકો કોવિડ-19થી સાજા પણ થયા છે. આજે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ દેશમાં ચેપના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 1.35 લાખ થઈ ગઈ છે, જે કુલ કેસના 0.31 ટકા છે. દર્દીઓનો સાજા થવાનો દર 98.50 ટકા અને મૃત્યુ દર 1.19 ટકા છે.

  • સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1.35 લાખ થઈ
  • 24 કલાકમાં 15,549 દર્દીઓ કોવિડ-19થી સાજા થયા

નવા કેસ આવ્યા બાદ દેશમાં કુલ કેસોની સંખ્યા વધીને 4,41,61,899 થઈ ગઈ છે. ગુજરાતમાં કોરોનાના કેસો હજુ પણ યથાવત છે. જેમાં 08 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 768 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસ 5895 એ પહોંચ્યા છે. જયારે કોરોના રિકવરી રેટ 98.66 ટકા થયો છે. જયારે કોરોનાથી આજે 899 લોકો સાજા થયા છે.