મહુવા તાલુકાના મહુવા ટાઉનમાં આવેલ આરોગ્ય માટે સાયકલની થીમ મુજબ સાયકલોથોન 2023 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મહુવા ગામે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ સાયકલ દિનના આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જીનેશભાઈ ભાવસાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો સહિત ગામના સરપંચ અનિલભાઈ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા સાયકલની મુસાફરી આજના ઝડપથી વિકસતા અને રાસાયણિક ખોરાકના યુગમાં આરોગ્ય માટે ઉત્તમ ઘરગથ્થુ કસરતનું સાધન હોવાનું સુરત જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેને જણાવ્યું હતું