હવે ચોમાસુ બેસી ગયું છે ત્યારે રવિવારના સવારના સુમારે તથા મધરાતે ૫૦ કિમી ની ઝડપે પવન ફૂંકાયો હતો અને વહેલી સવારે તાલુકમાં વરસાદના છાંટા પડયા હતા.
ચોમાસુ બેસી ગયું છે ત્યારે વરસાદ અને વાવાઝોડું ફૂંકવાની શરૂઆત થયી ગઈ છે ત્યારે રવિવારના સવારના સુમારે પવન અને વરસાદ ચાલુ થઇ ગયા હતા. આકાશ વાદળોથી ઘેરાયેલું હતું અને કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ઝરમર વરસાદ ચાલુ થવા પામ્યો હતો . ખેડૂતોને કરેલી બાજરીની લણણી સમય ચાલી રહ્યો છે ત્યારે વરસેલો વરસાદ હાલમાં વિઘ્ન સ્વરૂપમા લાગે છે
પવનના કારણે ખેડૂતના શેડ ના પતરા, ઘાસચારો તથા અન્ય ચીજવસ્તુઓને નુકસાન પહોંચવા પામ્યા હતા તથા વતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી