વિશ્વ સાયકલ દિવસ – 2023 : “સવારની સાયકલ સવારી એટલે સ્વાસ્થ્યની સુખાકારી”

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નર્મદાના નગરજનો આવો સૌ મળીને પ્રણ કરીએ સાયકલ ચલાવીને પોતાના સ્વાસ્થ્ય સાથે પર્યાવરણનું જતન કરીએ

નર્મદા આરોગ્ય વિભાગે લોકોના સ્વાસ્થ્ય માટે સાયકલના ઉપયોગને જીવનશૈલીનો ભાગ બનાવવાનો આપ્યો જાગૃતિ સંદેશ

સવાર-સાંજની રસ્તા પર સાયકલ સવારી સ્વાસ્થ્યની સાયકલ સવારી સાબિત થાય છે. સાયકલિંગના કારણે પોતાના સ્વાસ્થ્ય સાથે પર્યાવરણની તો જાળવણી થાય જ છે. સાથે પેટ્રોલ-ડીઝલની પણ બચત થાય છે. સ્વાસ્થ્યની જાળવણીમાં માનવી પોતાની ઉત્સાહભેર ભાગીદારી સુનિશ્ચિત કરીને અનેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે.

આજે માનવી માટે “હેલ્થ ઇઝ વેલ્થ” મહત્વનું બની રહ્યું છે, જો શરીર તંદુરસ્ત હશે તો જ જીવન જીવવાની મજા આવશે. માટે સાયકલિંગ નાના-મોટા સૌ માટે એક મહત્વપૂર્ણ મનગમતી પ્રવૃતિ સાબિત થઈ શકે છે. તો ચાલો થઈ જાવ તૈયાર, જુની-નવી સાયકલ વસાવીને સવાર-સાંજની સફરે ટહેલવા નિકળીએ અને વિનામુલ્યે કરીએ સ્વાસ્થ્યને તરોતાજા...