ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના નાનાસૂરકા ગામે શિક્ષણ મંત્રી જીતુભાઇના ખેતરમાં વીજળી પડી સિહોર તાલુકાના નાના સુરકા ગામે વીજળી પડતા બે વિઘામાં વાવેલ કપાસના પાકને નુકશાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના નાનાસૂરકા ગામે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના ખેતરમાં ગત રાત્રી વીજળી પડતાં ખેતરમાં નુકશાન થયુ હતુ. સિહોર તાલુકાના નાનાસુરકા ગામના વતની અને હાલ ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના ખેતરમાં જે હાલ ભાગીદાર મુકેશભાઈ બાબુભાઈ વઘાસિયા જેઓ આ ખેતી કામ સાંભળતા હોય તેમણે જણાવ્યુ હતુ કે ખેતરમાં ગત રાત્રીના વીજળી પડતા ખેતરમાં બે વીઘા વાવેલ ઊભા કપાસને 70 થી 80 હજારના પાકને નુકશાન થયેલ અને સુરત થી ખેતર માટે લાવેલ જોની નામના કૂતરું જે ખાટલા નીચે સુતું હતું તે પણ આ વીજળી પડતા મોત થયેલ છે. ખેતરમાં વિજળી પડવાની આ ઘટના અંગે સિહોર તંત્રને જાણ કરવામાં આવેલ છે જે તંત્ર દ્વારા કાલ સર્વે અંગેની કાર્યવાહી હાથ ધરાશે તેવું કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના ખેતરના ભાગીદાર મુકેશભાઈ વઘાસિયાએ જણાવ્યુ હતુ. દેગવડામાં વીજળી પડતા ભેસનું મોત મહુવા તાલુકાના દેગવડા ગામે કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ પડવાની સાથે દેગવડા ગામે ખેડૂત લાલજીભાઈ ધરમશીભાઈ સોલંકીના ઘરે વૃક્ષ નીચે બાંધેલ એક ભેંસ ઉપર અચાનક વીજળી પડતા ભૈસનું મોત નિપજ્યું છે. આ અંગે તાત્કાલિક તંત્રને જાણ કરીને ખેડૂત પરિવારને સહાય મળવા માંગ કરવામાં આવી છે.