*નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગની જાહેર જનતા જોગ સૂચના* ....................

રાજપીપલા, ગુરુવારઃ- નર્મદા જિલ્લાના કાર્યપાલક ઇજનેરશ્રી, સિંચાઇ યોજના વિભાગ નં.૪, વહીવટી સંકુલ બીજે માળ, રાજપીપલા-૩૯૩૧૪૫ તરફથી જાહેર જનતા જોગ ચેતવણી આપવામાં આવે છે કે, વર્ષ ૨૦૨૩ ચોમાસા દરમિયાન કરજણ અને નર્મદા નદી ઉપરાંત તમામ નદીઓ તથા કોતરો (કાંસ) તથા તે ઉપરના ચેકડેમોમાં પાણી ઘસી આવવાની તમામ શક્યતાઓના સંદર્ભમાં તેના પટ વિસ્તાર તથા બાંધકામોના ઉપરવાસ-નિચાણવાળા વિસ્તારથી સલામત અંતરે દુર રહેવા તેમજ તેમની માલિકીના પાલતુ પ્રાણીઓને દુર રાખવા સુચના આપવામાં આવી છે.

વધુમાં આવા બાંધકામો ઉપરથી અવર-જવર કરવી નહીં તથા નદીના પટમાં પાકોનું વાવેતર ન કરવા જણાવવામાં આવ્યુ છે. આ સુચનાનું પાલન ન કરનારને જે કાંઇ નુકશાન થશે તેની જવાબદારી કાર્યપાલક ઇજનેરશ્રી, સિંચાઇ યોજના વિભાગ, રાજપીપલા,જિ.નર્મદાની રહેશે નહીં, તેમ કાર્યપાલક ઇજનેરશ્રી, સિંચાઇ યોજના વિભાગ, રાજપીપલા, જિ.નર્મદા દ્વારા જણાવાયુ છે. ...........